દિલીપ કુમારની તબિયત ફરી બગડી; લીલાવતી હોસ્પિટલમાં દાખલ

0
959

મુંબઈ – હિન્દી ફિલ્મજગતના પીઢ અભિનેતા દિલીપ કુમારની તબિયત ફરી બગડી છે. એમને ન્યુમોનિયા થતાં ગઈ કાલે રાતે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ જાણકારી દિલીપ કુમારના ટ્વિટર એકાઉન્ટ પર એમના પ્રશંસકોને આપવામાં આવી છે.

દિલીપ કુમારને થોડાક દિવસો પહેલાં પણ છાતીમાં ઈન્ફેક્શન લાગતાં અને શ્વાસ લેવામાં તકલીફ થતાં બાન્દ્રા (વેસ્ટ)ની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

બાદમાં એમને માઈલ્ડ ન્યુમોનિયા પણ લાગુ પડ્યો હતો.

ત્યારે એમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા બાદ નિવાસસ્થાને એમનો ઉપચાર ચાલુ હતો, પણ હવે ફરી એમની તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.