દીપિકા, રણવીર 12-16 નવેંબરે ઈટાલીમાં લગ્ન કરશેઃ અહેવાલો

0
1258

મુંબઈ – બોલીવૂડની કલાકાર જોડી – દીપિકા પદુકોણ અને રણવીર સિંહનું રીયલ લાઈફનું પ્રેમપ્રકરણ ઘણું ચગ્યું છે અને બંને જણ લગ્ન કરશે એવી ઘણા વખતથી વાતો થઈ રહી છે. નવા અહેવાલોમાં એવો દાવો કરાયો છે કે આ ફિલ્મી સિતારા આ વર્ષની 12-16 નવેંબર દરમિયાન ઈટાલીમાં લગ્ન કરશે.

અહેવાલોમાં વધુમાં જણાવાયું છે કે આ બંનેનો લગ્નપ્રસંગ નાના પાયે હશે. લગ્ન પ્રસંગને ખાનગી રાખવાની દીપિકા અને રણવીરની ઈચ્છા હોવાથી એ સ્થળ વિદેશમાં યોજાશે અને તેથી એમને એમની ઈચ્છા મુજબની પ્રાઈવસી મળી રહેશે.

રણવીરનો ગાઢ મિત્ર અર્જુન કપૂર અને દીપિકાનો મિત્ર શાહરૂખ ખાન આ લગ્નમાં હાજરી આપશે એવું કહેવાય છે.