મુંબઈ એરપોર્ટ પર જોવા મળી દીપિકા પદુકોણની સાદગી

મુંબઈ – બોલીવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પદુકોણ તેનાં એક પ્રત્યાઘાતને કારણે ઈન્ટરનેટ યુઝર્સ તરફથી ખૂબ વાહ-વાહ મેળવી રહી છે.

હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર દીપિકાએ એક સામાન્ય પ્રવાસીની જેમ જ પોતાનું ઓળખપત્ર બતાવ્યું હતું. તે બતાવવામાં એણે કોઈ પ્રકારની આનાકાની કરી નહોતી કે કોઈ પ્રકારનું ઘમંડ બતાવ્યું નહોતું.

એરપોર્ટ પર એક સુરક્ષા ચોકિયાતે ઓળખપત્ર બતાવવાની માગણી કરી ત્યારે દીપિકાએ પોતાની હેન્ડબેગમાંથી એ કાઢીને બતાવ્યું હતું, એ જ રીતે જેમ કોઈ સામાન્ય પ્રવાસી બતાવી દે.

ઈન્ટરનેટ યુઝર્સને દીપિકાની આ પ્રતિક્રિયા બહુ જ ગમી ગઈ છે.

દીપિકા માત્ર બોલીવૂડમાં જ ફેમસ છે એટલું જ નહીં, એ હોલીવૂડના શોમાં પણ ચમકી ચૂકી છે. દુનિયાભરમાં એનાં ચાહકો છે.

મુંબઈ એરપોર્ટ પર જ્યારે સુરક્ષા જવાને ઓળખપત્ર બતાવવાની માગણી કરી હતી ત્યારે દીપિકાએ જરાય આક્રમક બન્યાં વગર પોતાની બેગમાંથી એ કાઢીને જવાનને હસતેમુખે બતાવી દીધું હતું.

દીપિકા એની પ્રસિદ્ધિનું ઘમંડ ન કરીને એક સામાન્ય વ્યક્તિની જેમ જ રહી એને કારણે સોશિયલ મિડિયા પર એનાં મુક્તપણે વખાણ થયા છે.

(જુઓ દીપિકા મુંબઈ એરપોર્ટ પરનો વિડિયો)

httpss://www.instagram.com/p/By-74iOHh_w/