ફિલ્મોની રોયલ્ટીની વ્યવસ્થા કેવી રીતે હોય છે?

(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના 16-28 ફેબ્રુઆરી, ૧૯૯૮ અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની ‘પૂછપરછ’ કોલમમાંથી સાભાર)

દીપકકુમાર શાહ (સુરત)

સવાલઃ ફિલ્મોની રોયલ્ટીની વ્યવસ્થા કેવી રીતે હોય છે?

જવાબઃ કેટલાંક પ્લેબેક સિંગર્સ, સંગીતકાર અને ગીતકાર ફિલ્મોના ગીતોની સામગ્રીના વેચાણ પર કેટલાક ટકા કમિશન રાખે છે. એે જ રોયલ્ટી કહેવાય. લતા મંગેશકર રોયલ્ટી બાબત પહેલેથી જ જાગ્રત હતાં. તેથી આજેય એમની જૂની રેકોર્ડ્સ સહિતની સામગ્રીની રાયલ્ટીથી દર વર્ષે લાખોની કમાણી થાય છે. સંગીતકાર નૌશાદને પણ કેટલાક વર્ષો સુધી લાખોની રોયલ્ટી મળતી. પરદેશમાં અનેક લોકપ્રિય કલાકારોને રોયલ્ટી મળતી જ હોય છે.