પ્રીતિ ફરી આવી રહી છે રૂપેરી પડદા પર; શેર કર્યું ‘ભૈયાજી સુપરહિટ’નું પોસ્ટર

0
1230

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી પ્રીતિ ઝીન્ટા નવી ફિલ્મ ભૈયાજી સુપરહિટ સાથે રૂપેરી પડદા પર કમબેક કરી રહી છે.

પ્રીતિ લાંબા સમયથી મોટા સ્ક્રીનથી દૂર રહી છે. એણે આજે પોતાની નવી ફિલ્મ ‘ભૈયાજી સુપરહિટ’નું ફર્સ્ટ લૂક સોશિયલ મિડિયા પર શેર કર્યું છે અને એ રીતે એ ફિલ્મમાં પોતાનાં પાત્રનાં લૂકને જાહેરમાં પેશ કર્યું છે. પોસ્ટર પરથી જાણી શકાય છે પ્રીતિ ભોજપુરી સ્વરૂપમાં છે.

ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર શેર કરવા સાથે એણે કેપ્શનમાં આમ લખ્યું છેઃ ‘બેક વિથ બેન્ગ! મળો સપના દુબેને.’

આ ફિલ્મમાં સની દેઓલ, અમીષા પટેલ, અર્શદ વારસી અને શ્રેયસ તલપડે પણ મુખ્ય ભૂમિકામાં છે.

ફિલ્મના દિગ્દર્શક નીરજ પાઠક છે અને ફિલ્મ આવતી 19 ઓક્ટોબરે રિલીઝ થવાનું નિર્ધારિત છે.

‘ભૈયાજી સુપરહિટ’ ફિલ્મના પોસ્ટરમાં એને રિવોલ્વર પકડેલી જોઈ શકાય છે. એને લીધે એવું જણાય છે કે એ કોઈક માથાભારે માણસની પત્નીનો રોલ કરી રહી છે.

‘દિલ સે’ ફિલ્મની અભિનેત્રી પ્રીતિએ 2016માં અમેરિકન ઉદ્યોગપતિ જેન ગુડઈનફ સાથે લગ્ન કર્યાં હતા.