સિંગાપોરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં અનુષ્કાનું ‘ટોકિંગ સ્ટેચ્યુ’ રખાશે

0
820

સિંગાપોર – જાણીતી હસ્તીઓની મીણની પ્રતિમાઓ માટે જાણીતા અત્રેના મેડમ તુસાદ મ્યુઝિયમમાં બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા-કોહલીનું મીણનું, પણ ‘ટોકિંગ સ્ટેચ્યુ’ રાખવામાં આવશે. આ પ્રકારની પ્રતિમા ધરાવનાર અનુષ્કા પહેલી ભારતીય વ્યક્તિ બનશે.

અનુષ્કાનાં એ ઈન્ટરએક્ટિવ સ્ટેચ્યુએ હાથમાં ફોન પકડેલો હશે અને જ્યારે કોઈ વ્યક્તિ ફોન ઉપાડશે ત્યારે સ્ટેચ્યુ સ્વાગત સંદેશાથી પ્રશંસકોને આવકાર આપશે.

મ્યુઝિયમના જનરલ મેનેજરનું કહેવું છે કે અમને ખાતરી છે કે અનુષ્કાનું સ્ટેચ્યુ અમારે ત્યાં લોકપ્રિય બનશે.

મ્યુઝિયમમાં દુનિયાની અમુક જ સેલિબ્રિટી વ્યક્તિઓનાં ઈન્ટરએક્ટિવ સ્ટેચ્યુઝ છે. જેમ કે, ઓપ્રા વિન્ફ્રે, ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને લૂઈસ હેમિલ્ટન. ઓપ્રા વિન્ફ્રેની પ્રતિમા લોકોને એનાં શો માટે આમંત્રણ આપે છે.

અનુષ્કાનું સ્ટેચ્યુ પણ બોલશે. સિંગાપોર મ્યુઝિયમમાં આ સૌપ્રથમ ટોકિંગ સ્ટેચ્યુ હશે. મહેમાનોને ઉષ્માભરો આવકાર આપતું સ્ટેચ્યુને સાંભળી શકાશે. મહેમાનો અનુષ્કાનાં સ્ટેચ્યુ સાથે સેલ્ફી પણ લઈ શકશે.