રૂટિન ચેકઅપ માટે અમિતાભ બચ્ચન લીલાવતી હોસ્પિટલમાં, સાંજે રજા આપી દેવાઈ

0
1344

મુંબઈ– બોલીવુડના મેગાસ્ટાર બીગ બી અમિતાભ બચ્ચનની તબિયત બગડતાં તેમને લીલીવતી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જાણકાર સુત્રોના કહેવા પ્રમાણે તેમને ગેસ્ટ્રિક પ્રોબલેમ થયો હતો. જેથી તેઓ સારવાર માટે હોસ્પિટલ આવ્યા હતા. બીજી તરફ એમ કહેવાતું હતું કે તેઓ રૂટિન ચેકઅપ માટે આવ્યા હતા.જો કે લીલાવતી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ અમિતાભ બચ્ચનને રજા આપી દેવાઈ હતી. તેઓ તેમના દીકરા અભિષેક બચ્ચનની સાથે ઘેર ગયા હતા. હજી સુધી તેમની ફેમિલી અને ડૉકટરો તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.