કેન્સર સામે જંગ ખેલી રહેલા સોનાલી બેન્દ્રેએ પોતાનો પોઝિટીવ લુક શેર કર્યો

0
1444

ન્યુ યોર્ક – કેન્સરની જીવલેણ બીમારી સામે જંગ ખેલી રહેલા બોલીવૂડ અભિનેત્રી સોનાલી બેન્દ્રે એમની લેટેસ્ટ તસવીર એમનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

આવી ગંભીર બીમારીનો ભોગ બન્યાં હોવા છતાં પોતે એની સામેની લડાઈમાં કેટલું હકારાત્મક વલણ અપનાવ્યું છે એ દર્શાવવા માટે એમણે આ તસવીરો શેર કરી છે.

સોનાલીને કેન્સરની સારવાર દરમિયાન એમનાં માથાનાં વાળ કપાવવા પડ્યાં છે.

પોતાને કેન્સર થયાની જાહેરાત કર્યાંના છ દિવસ બાદ એમણે તસવીર સાથેની કેપ્શનમાં લખ્યું છે કે, બધું ખતમ થયું નથી… આપણે કેટલા દ્રઢમનોબળવાળા છીએ એની આપણને ત્યાં સુધી ખબર પડતી નથી જ્યાં સુધી આપણને આપણી એ તાકાતને બતાવવાનો મોકો મળતો નથી.