અજય દેવગનના પિતા, બોલીવૂડના એક્શન ડાયરેક્ટર વીરુ દેવગનનું નિધન; અંતિમસંસ્કાર સંપન્ન

મુંબઈ – અભિનેતા અજય દેવગનના પિતા અને બોલીવૂડના જાણીતા એક્શન-સ્ટન્ટ ડાયરેક્ટર વીરુ દેવગનનું લાંબી માંદગીને કારણે આજે સવારે અહીંની એક હોસ્પિટલમાં નિધન થયું છે. એ 85 વર્ષના હતા.

વીરુ દેવગન ઘણા વખતથી બીમાર હતા. આજે સાંજે વિલે પારલેની સ્મશાનભૂમિ ખાતે એમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એ વખતે બોલીવૂડના અનેક કલાકારો અને કસબીઓ હાજર રહ્યા હતા.

વીરુ દેવગને એક્શન ડાયરેક્ટર અને સ્ટન્ટ કોરિયોગ્રાફર હતા. એમણે એ કામગીરી 100થી વધારે ફિલ્મોમાં બજાવી હતી. એ અભિનેત્રી કાજોલનાં સસરા હતા.

વીરુ દેવગનનાં એક્શન ડાયરેક્શનવાળી જાણીતી ફિલ્મોમાં મિસ્ટર નટવરલાલ, હિંમતવાલા,ક્રાંતિ, ત્રિદેવ, ફૂલ ઔર કાંટે, પુકાર, મિસ્ટર ઈન્ડિયા, શહેનશાહનો સમાવેશ થાય છે. ‘ફૂલ ઔર કાંટે’ ફિલ્મથી અજય દેવગને બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. વીરુ દેવગને 1999માં ‘હિન્દુસ્તાન કી કસમ’ ફિલ્મમાં દિગ્દર્શનની કામગીરી પણ બજાવી હતી.

તેઓ અમુક ફિલ્મોના નિર્માતા પણ હતા. એમનો મોટો પુત્ર અજય અભિનેતા છે અને નાનો પુત્ર અનિલ દિગ્દર્શક છે. એમને બે પુત્રી પણ છે – નીલમ અને કવિતા.

(તસવીરોઃ દીપક ધુરી)

બોલીવૂડ અભિનેતા અજય દેવગનના પિતા, અભિનેત્રી કાજોલનાં સસરા અને જાણીતા એક્શન-સ્ટન્ટ ડાયરેક્ટર વીરુ દેવગનનું લાંબા સમયની માંદગી બાદ 27 મે, સોમવારે સવારે મુંબઈની હોસ્પિટલમાં નિધન થયા બાદ સાંજે વિલે પારલે સ્થિત સ્મશાનભૂમિમાં એમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. એ વખતે શાહરૂખ ખાન, સંજય દત્ત, અમિતાભ બચ્ચન જેવા જાણીતા કલાકારોએ હાજરી આપી હતી. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા બચ્ચન સહિત અનેક કલાકારોએ અજય દેવગનના નિવાસસ્થાને જઈ શોક વ્યક્ત કરી, સદ્દગતને શ્રદ્ધાંજલિ આપી હતી. (તસવીરોઃ દીપક ધુરી)


સની દેઓલ અને બોબી દેઓલ


શાહરૂખ ખાન


કાર્તિક આર્યન




મહેશ ભટ્ટ


દિગ્દર્શક પ્રકાશ ઝા


અભિનેતા હરમન બાવેજા એના પિતા સાથે




વીરુ દેવગનની અંતિમયાત્રા