‘બન્ટી ઔર બબલી’ની સીક્વલની શક્યતાને અભિષેક નકારતો નથી

0
778

મુંબઈ – 2005માં આવેલી અને દર્શકોને પસંદ પડેલી ‘બન્ટી ઔર બબલી’ હિન્દી ફિલ્મ વિશે એવી અટકળો વહેતી થઈ છે કે ટૂંક સમયમાં જ એની સીક્વલ આવશે.

તે ફિલ્મના અભિનેતા અભિષેક બચ્ચને કહ્યું કે સીક્વલ બનાવવાનો અગાઉ આઈડિયા હતો, પણ સ્ક્રિપ્ટ ન મળતાં એ આઈડિયા પડતો મૂકી દેવાયો હતો.

અભિષેકે વધુમાં કહ્યું કે, જો અદિ (નિર્માતા આદિત્ય ચોપરા)ને સારી વાર્તા મળશે અને અમે એ ફિલ્મમાં કામ કરીએ એવું જો તે ઈચ્છશે તો એ જરૂર અમને જણાવશે.

‘બન્ટી ઔર બબલી’માં અભિષેક અને રાની મુખરજીની રોમેન્ટિક જોડી હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચને પણ મહત્ત્વની ભૂમિકા કરી હતી અને ઐશ્વર્યા રાયે ‘કજરા રે’ ગીતમાં ડાન્સ કર્યો હતો, જે ગીત ઓલ-ટાઈમ હિટ સોંગ બની ગયું છે.