GST: 77 પૈસાનો ગોટાળો પણ ન છૂપાયો, ટેક્સ વિભાગે પાઠવી નોટિસ

અમદાવાદઃ જીએસટી લાગુ કરતા સમયે દાવો કરવામાં આવ્યો હતો કે જીએસટી અંતર્ગત ટેક્સની હેરાફેરી કરનારા લોકો પર ગાળીયો કસાશે. ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે આ દાવાઓ સાચાં સાબિત થઈ રહ્યાં છે. આવા જ એક મામલામાં જીએસટી વ્યવસ્થા અંતર્ગત ટેક્સ વિભાગે માત્ર 77 પૈસાના અંતરને પણ પકડી લીધું છે.

અમદાવાદની એક એન્જીનિયરિંગ કંપનીને સ્ટેટ ટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસ મળી છે. આ નોટિસ કંપનીના ટેક્સ પેમેંટમાં 0.77999999999883585 રૂપીયાનું અંતર મળવાના કારણે મોકલવામાં આવી છે. એટલે કે માત્ર 77 પૈસાનો ગોટાળો પણ પકડમાં આવી ગયો છે. નોટિસમાં લખવામાં આવ્યું છે કે કૃપા કરીને ઓક્ટોબર-17 થી ડિસેમ્બર-17 વચ્ચે GSTR-1 અને GSTR-3B ની ટેક્સ અમાઉન્ટના અંતરને સ્પષ્ટ કરો.

નોટિસમાં લખવામાં આવ્યું છે કે આ રકમ 0.77999999999883585 રૂપીયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર જીએસટી ચૂકવણીમાં આશરે 34 ટકાના ઘટાડા બાદ ટેક્સ અધિકારીઓએ એ કંપનીઓને નોટિસ મોકલવાની શરૂ કરી દીધી છે કે જેમનું ટેક્સ પેમેન્ટ તેમના ફાઈનલ સેલ્સ રિટર્ન સાથે મેચ નથી થઈ રહ્યું. તો આ સીવાય જે કંપનીઓના ફાઈનલ સેલ્સ રિટર્ન GSTR-1, GSTR-2A થી મળતા આવતા નથી તેમને પણ સ્ક્રૂટીની નોટિસ મોકલવામાં આવી છે.