દુનિયાની 13 ટકા દોલત ફક્ત 0.1 ટકા લોકો પાસે, ખૂબ વધી રંકરાય વચ્ચે ખાઇ

વોશિંગ્ટન- દુનિયામાં અમીરીગરીબી વચ્ચેનો ફાંસલો કાપવાની કેટલીય કોશિશો સરકારો અને સંસ્થાનો ભલે કરી રહ્યાં હોય, તેમાં સફળતા મળી નથી તેના અભ્યાસગત પુરાવા બહાર આવી રહ્યાં છે.

અર્થશાસ્ત્રી થોમસ પિકેટીના વિશ્વ અસમાનતા રીપોર્ટના આધારે જાણવા મળે છે કે દુનિયાની કુલ સંપત્તિના 13 ટકા જેટલો હિસ્સો દુનિયાના 0.1 ટકા લોકો પાસે છે. ઉપરાંત, છેલ્લાં 36 વર્ષમાં જે નવી મિલકતો સર્જાઇ તેમાંથી પણ 27 મિલકતો પર 1 ટકા અમીરોનો અધિકાર છે.

બાકીની 73 ટકા સંપત્તિ દુનિયાની 99 ટકા વસતી વચ્ચે વહેંચાયેલી છે. પિકેટીના અહેવાલ પ્રમાણે 1980થી 2016 વચ્ચેના આંકડા ભેગા કરી રીપોર્ટ તૈયાર કરાયો છે.  આ રીપોર્ટ તૈયાર કરવામાં ફ્રાન્સના અર્થશાસ્ત્રી થોમસ પિકેટી સાથે અન્ય 100 લોકોએ ભાગ લીધો હતો. 

36 વર્ષમાં જે 0.1 ટકા લોકો પાસે ધન જમા થયું છે તે દુનિયાની 50 ટકા ગરીબ વસતીની પૂરી દોલત બરાબર છે. તેમ જ આ 0.1 ટકા લોકો પાસેની સંપત્તિમાં નવી સંપત્તિનો બિસ્સો 4 ટકા છે. જેનો મતલબ કે ફક્ત 75 હજાર ધનવાન પાસે જ પાછલાં 36 વર્ષ દરમિયાન સર્જાયેલી નવી સંપત્તિન 4 ટકા ભાગ છે. રીપોર્ટના જણાવ્યાં પ્રમાણે દુનિયાના ગ્રોથના મોટા ભાગ ઉપર પણ આ 0.1 ટકા લોકોનો અધિકાર છે. આ દાયરામાં આવતાં લોકોની કુલ સંખ્યા 70 લાખ છે.

ગ્લોબલ બૉટમ અને ટૉપ 1 ટકાની વચ્ચોની જનસંખ્યા  નહિવત્ વધી છે. અમેરિકા એ દેશોમાં શામેલ છે જ્યાં સૌથી વધુ અસમાનતા જોવા મળે છે.  અમેરિકામાં 1980માં દેશની પૂરી મિલકતનો 22 ટકા હિસો દેશના 1 ટકા અમીરો પાસે હતો પરંતુ 2014 સુધીમાં આ આંકડો વધીને 39 ટકા વધી ગયો હતો. રીસર્ચમાં એ પણ જણાયું છે કે રંકરાય વચ્ચેની વધેલી ખાઇનું કારણ એ છે કે 0.1 ટકા ટૉપ અમીરોમાં આવવાવાળા લોકોની સંખ્યામાં વૃદ્ધિ થઇ છે.