વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટે અચાનક પદ છોડવાનો નિર્ણય કર્યો, આ છે કારણ…

વોશિંગ્ટનઃ વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ જિમ યોન્ગ કિમે જાહેરાત કરી છે કે તેઓ જાન્યુઆરીના અંતમાં પોતાનું રાજીનામું આપશે. કિમ જળવાયુ પરિવર્તન પર ટ્રમ્પ શાસનની નીતિથી નાખુશ છે. કાર્યકાળ સમાપ્તિના ત્રણ વર્ષ પહેલા કિમનું પદ છોડવું ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન અને અન્ય દેશો વચ્ચે કટુ સંઘર્ષને હવા આપી શકે છે. બાકી દેશ વર્લ્ડ બેંક પર અમેરિકી દબદબાની ફરિયાદ કરતા રહ્યા છે.

કિમના જવાથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ પોસ્ટ પર પોતાની પસંદના વ્યક્તિની નિમણૂંક કરવાની તક મળી જશે. દ્વિતીય વિશ્વ યુદ્ધની સમાપ્તિ બાદ 189 દેશોની આ બેંક અસ્તિત્વમાં આવી હતી. ત્યારથી લઈને અત્યારસુધીમાં આના તમામ પ્રમુખો અમેરિકી જ રહ્યા છે. દુનિયાના વિભિન્ન દેશોને લોન આપનારી આની સહયોગી સંસ્થા આંતર રાષ્ટ્રીય મુદ્રા કોષની આગેવાની હંમેશા યૂરોપિયને જ કરી છે.

વર્લ્ડ બેંકે જણાવ્યું કે કિમના ગયા બાદ ક્રિસ્ટલિના જોર્જિવાના વચગાળાના અધ્યક્ષ બનાવાશે જે અત્યારે બેંકના એક્ઝિક્યુટિવ બોર્ડના સીઈઓ છે. તો કિમના ઉત્તરાધિકારીની ચૂંટણી પ્રક્રિયા શરુ કરાશે. અમેરિકા વર્લ્ડ બેંકમાં સૌથી મોટી ભાગીદાર છે. વર્લ્ડ બેંકનું મુખ્યાલય પણ અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં છે.