વિદેશી કરન્સી પર ટ્રમ્પને ગમી મોદી સરકારની આ નીતિ, વધુ વાંચવા ક્લિક કરો

નવી દિલ્હીઃ ડોલરના મુકાબલે રુપિયામાં થનારા ઉતાર ચઢાવ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની વાળી સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાની અમેરિકાએ પ્રશંસા કરી છે. ભારતને આનો ફાયદો એ રીતે થશે કે અમેરિકા ભારતને કરન્સી મોનિટરિંગ લિસ્ટમાંથી હટાવી શકે છે. અમેરિકાના નાણા મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં એવી પ્રગતિ થઈ છે અને સરકારે કેટલાક એવા નિર્ણયો લીધા છે જેનાથી ચિંતાઓમાં ઘટાડો થયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમેરિકાના નાણામંત્રાલયે ભારતના વિદેશી મુદ્રા બજારમાં હસ્તક્ષેપ ન કરવાની પ્રશંસા કરી છે. થોડા સમય પહેલા જ આરબીઆઈએ જણાવ્યું હતું કે રુપિયાના મુલ્યમાં ઘટાડો બજાર આધારિત છે અને અનુચિત ઉતાર-ચઢાવની સ્થિતીમાં જ હસ્તક્ષેપ કરવામાં આવશે.

અમેરિકા તે દેશોને પોતાના ઓબ્ઝર્વેશ લિસ્ટમાં રાખે છે કે જેમની વિનિમય દર નીતિઓ પર તેને આશંકા છે. એપ્રિલમાં અમેરિકાએ ભારત સાથે ચીન, જર્મની, જાપાન, દક્ષિણ કોરિયા અને સ્વિટ્ઝરલેન્ડને આ લીસ્ટમાં રાખ્યા હતા. અત્યારે અમેરિકી નાણામંત્રાલયે ભારતને આ લીસ્ટમાં રાખ્યું છે જો કે તેણે સ્પષ્ટતા કરી છે કે ભારત છેલ્લા 6 મહિનામાં જે દિશામાં આગળ વધ્યું છે તેવી જ રીતે આવનારા સમયમાં આગળ વધતું રહેશે તો આવનારા બે વર્ષ માટે જાહેર થનારા રિપોર્ટમાં ભારતનું નામ આ લિસ્ટમાંથી હટાવવામાં આવી શકે છે.