ટ્રમ્પે આડકતરી રીતે ભારત પર કર્યો પ્રહારઃ કહ્યું અમને લૂંટી રહ્યાં છે કેટલાક દેશ

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરીથી ભારતની ટ્રેડ પોલિસી પર સવાલો ઉઠાવ્યા છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે ભારતે અમેરિકાથી આવનારા ઘણા પ્રોડક્ટ પર 100 ટકા કર લગાવી દીધો છે. તો આ સાથે જ ટ્રમ્પે એ તમામ દેશો સાથે વ્યાપારિક સંબંધો તોડવાની ધમકી આપી છે કે જે અમેરિકાને લૂંટી રહ્યાં છે.કેનેડાના ક્યૂબેક શહેરમાં ચાલી રહેલા G7 સંમ્મેલન દરમિયાન તેમણે આ વાત કહી છે. આ દરમિયાન તેમણે ન માત્ર સામાન્ય સહમતિથી જાહેર નિવેદનને ફગાવી નાંખ્યું પરંતુ કાર્યક્રમ દરમિયાન મેજબાનની ઝાટકણી પણ કાઢી. આ પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે તો પિગીબેંકની જેમ થઈ ગયા છીએ અને કોઈ અમને લૂંટી રહ્યું છે. તેમણે ભારત તરફ ઈશારા કરતા જણાવ્યું કે કરને લઈને અમેરિકાની જે ફરિયાદો છે તે માત્ર વિકસિત દેશોથી જ નથી.

અમેરિકાના રાષ્ટ્રપતિએ જણાવ્યું કે માત્ર G7 જ નહી પરંતુ મારો અર્થ છે કે અમારી સામે એક ભારત પણ છે કે જ્યાં ઘણી વસ્તુઓ પર 10 ટકા કર છે અને અમે લોકો કોઈપણ પ્રકારનો કર નથી લઈ રહ્યા. સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે અમે આ ઘણા દેશોની વાત કરી રહ્યા છીએ.

ટ્રમ્પે આ પહેલા અમેરિકાના હાર્લી ડેવિડસન બાઈક પર લગાવવામાં આવેલા કરને લઈને ભારત વિરૂદ્ધ નિવેદન આપ્યું હતું. અને તેમણે ભારતમાંથી આવનારા હજારો બાઈક પર ટેરિફ લગાવવાની પણ ધમકી આપી છે.અમેરિકી રાષ્ટ્રપતિએ જણાવ્યું કે અમે દરેક દેશ સાથે વાત કરી રહ્યા છીએ અને આ બધુ ખતમ કરવું પડશે, નહીતર અમે તેમની સાથે વ્યવસાય બંધ કરી દઈશું. જો અમારે આમ કરવું પડ્યું તો તે અમારા માટે ખૂબ દાભદાયી સાબિત થશે.