પ્રોપર્ટીના બદલે લોન લેતાં સમયે આટલી વાતોનું ખાસ ધ્યાન રાખો…

0
736

નવી દિલ્હી : પ્રોપર્ટીના બદલે લોન લઈને તમે પૈસાની આછતની તંગીનો ઉકેલ લાવી શકો છો, ખાસ કરીને જ્યારે એક મોટી રકમની જરૂર પડે છે. જો તમને બાળકના મેરેજ માટે પૈસાની જરૂર હોય કે નવો વેપાર કરવા માટે પૈસાની જરૂર હોય, પ્રોપર્ટીના બદલે મળતી લોન તમને ઘણી મદદરૂપ સાબિત થઈ શકે છે. પરંતુ એક સ્ટેબલ ફાઈનાન્શિયલ લાઈફ માટે તમારે તમારી પ્રોપર્ટીની ઓનરશીપ બનાવી રાખવી જોઈએ જેને તમે ગીરવે રાખી દીધુ છે.આજે અમે તમને જણાવીશુ પ્રોપર્ટીના બદલે લોન લેતા સમયે કંઈ કંઈ વાતનુ ધ્યાન રાખવુ જોઈએ.તમે પ્રોપર્ટી પર લોન લેતા પહેલા કોઈ જાતની ઉતાવળ ન કરો.પહેલા પ્રોપર્ટીની  વેલ્યુની તપાસ કરો. તમે તમારી જમીન, રેશિડેંશિયલ પ્રોપર્ટીનો એક ટુકડો પણ તમે ગીરવે રાખી શકો છો.પરંતુ તે પહેલા તમારા ફાઈનાન્શિયલ ડિસિઝનના ફાયદા-નુકસાનને સમજવા જરૂરી છે. તમારી પ્રોપર્ટીની વેલ્યુ જાણવી પણ જરૂરી છે. બેન્ક સામાન્ય રીતે પ્રોપર્ટીની વેલ્યુના 75% સુધી લોન આપે છે.

પ્રોપર્ટીના બદલે લોન લેવાનો વિચાર કરતા સમયે તમે તમારી એસેટ માટે સૌથી વધુ અફોર્ડેબલ ઓફર પર વિચાર કરો. બજારના ઉતાર ચઢાવ અને ભવિષ્યવાણીઓ પર નજર રાખતા ફ્લોટિંગ અને ફિક્સ્ડ વ્યાજના દરમાંથી યોગ્ય હોય તેની પસંદગી કરો. માત્ર બએસ્ટ ઈન્ટરેસ્ટ  રેટ શોધવો જ જરીરી નથી. પહેલાથી તમારે રીપેમેન્ટ માટેનુ પ્લાનિંગ પણ કરીને રાખવુ જોઈએ. એક ઈએમઆઈ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને માહિતી મેળવો કે લોન પિરીયડમાં કુલ કેટલું વ્યાજ ચૂકવવું પડશે. તેમજ તે પણ જાણવુ જરૂરી છે કે તમે તમારી ઈન્કમ અનુસાર કેટલુ ઈએમઆઈ ભરી શકશો.

પેપર તૈયાર કરતા પહેલા રીપેમેન્ટ સાથે જોડાયેલા નિયમો વાંચવા ખૂબજ જરૂરી છે. ફાઈન પ્રિન્ટમાં આપવામાં આવેલ શરતોને જરૂર વાંચો.  શુ લોન ફ્લોરક્લોઝર માટે એક એકસ્ટ્રાફી લેવાની છે કે નહી તે સહિતની વિગતો અગાઉથી જાણી લેવી જોઈએ.