સ્મૃતિ ઈરાનીની મહિલાઓ માટેની 10 યોજનાઓ રાહુલને પડી શકે છે ભારે

નવી દિલ્હીઃ સ્મૃતિ ઈરાનીના વસ્ત્ર મંત્રાલયે મહિલા કામદારો માટે નવી યોજનાઓ શરુ કરી છે. વસ્ત્ર મંત્રાલયની આ યોજનાઓ હાથશાળ અને હસ્તશિલ્પ ક્ષેત્રમાં કાર્યરત મહિલાઓને સશક્ત બનાવે છે. અમેઠીની ચૂંટણી લડવા જઈ રહેલાં સ્મૃતિ ઈરાનીને આ યોજનાઓ માટે મહિલા વોટ બેંકનો સાથ મળી શકે છે. તેમના વિરુદ્ધ ઉભા રહેનારા રાહુલ ગાંધીની વોટબેંક પર આ યોજનાઓની અસર પડી શકે છે.

હાથશાળ ક્ષેત્ર

ત્રીજી હાથશાળ ગણના અનુસાર, દેશભરમાં આશરે 43.31 લાખ વણકર અને સહાયક કામદાર છે. આ પૈકી 77 ટકા વણકર અને સહાયક કામદાર મહિલાઓ છે જે હાથવણાટ સંબંધીત કાર્યો સાથે જોડાયેલી છે અને પોતાના પોતાનું પેટીયુ રળે છે. કુલ ચાર યોજનાઓ આ મહિલાઓ માટે કાર્યરત છે. જેનાથી મહિલાઓને ખૂબ લાભ મળે છે.

રાષ્ટ્રીય હાથશાળ વિકાસ કાર્યક્રમ અંતર્ગત વર્કશેડના નિર્માણ માટે એસસી-એસટી-બીપીએલ અને મહિલા વણકરોને 100 ટકા સબસીડી આપવામાં આવે છે. રાષ્ટ્રીય હાથશાળ વિકાસ કાર્યક્રના બ્લોક સ્તર ક્લસ્ટર ઘટક અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષો અને ચાલુ વર્ષ 2015-16 થી લઈને 2018-19 સુધીમાં બ્લોક સ્તરના 412 ક્લસ્ટરોને મંજૂરી આપવામાં આવી છે આ અંતર્ગત 1,71,822 મહિલાઓ લાભાર્થીઓને કવર કરવામાં આવ્યા છે.

હસ્તશિલ્પ ક્ષેત્ર

હસ્તશિલ્પ ક્ષેત્રમાં દેશભરમાં આશરે 7 મિલિયન શિલ્પકાર છે. એક યોજના અંતર્ગત આઈકાર્ડ જાહેર કરવા માટે આશરે 25 લાખ શિપ્લકારોની પસંદગી કરવામાં આવી છે અને અત્યારસુધીમાં 19.97 લાખ આઈકાર્ડ જાહેર કરવામાં આવ્યા છે. આ પૈકી 56.07 ટકા મહિલા શિલ્પકાર છે.

રેશમ ક્ષેત્ર

ભારતમાં રેશમ ઉદ્યોગનો વિકાસ મહિલાઓની ભાગીદારી સાથે અભિન્ન રુપથી જોડાયેલા છે અને રેશમ ઉત્પાદનને મહિલાઓ માટે અને મહિલાઓ દ્વારા અપનાવવામાં આવતા એક વ્યવસાયના રુપમાં માનવામાં આવે છે. વસ્ત્ર મંત્રાલયે વિભિન્ન ગતિવિધિઓ દ્વારા રેશમ ઉદ્યોગના માધ્યમથી મહિલાઓના સશક્તિકરણ માટે મોટા પગલા ભર્યા છે.

વિદ્યુતકરધા ક્ષેત્ર

સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના પાવરલૂમ એકમો માટે ઉપ્લદ્ધ છે જે એસસી, એસટી મહિલા ઉદ્યમી ક્ષેણીમાં આવે છે. આ અંતર્ગત મશીનરી સાથે જોડાયેલા ખપ્ચ પર 25 ટકાની સહાયતા આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ઋણની રકમના 1 ટકા સુધી ગેરન્ટી રકમની આપૂર્તિ કરવાની મંજૂરી છે.

પાવરટેક્સ ઈન્ડિયા સ્કીમ અંતર્ગત સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના માટે ઓનલાઈન સિસ્ટમ દ્વારા અત્યારસુધી પ્રસ્તુત કરવામાં આવેલા 276 આવેદનોમાંથી 250 અરજીઓ માટે ઓનલાઈન સિસ્ટમ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી 276 અરજીઓ પૈકી 250 અરજીઓ મહિલા ઉદ્યમીઓ સાથે સંબંધિત છે. 1 એપ્રિલ 2017 થી લઈને અત્યાર સુધી અનુમાનિત રોકાણ આશરે 200 કરોડ રુપિયા છે.

એકીકૃત કૌશલ વિકાસ યોજના

વસ્ત્ર ક્ષેત્રમાં કૌશલ સાથે જોડાયેલી સ્કીલ માટે વસ્ર મંત્રાલયે આઈએસડીએસની શરુઆત કરી. આ યોજના અંતર્ગત વર્ષ 2014-15થી લઈને વર્ષ 2018-19 સુધી 6,41,983 મહિલાઓને પ્રશિક્ષિત કરવામાં આવ્યા જે યોજના અંતર્ગત કુલ પ્રશિક્ષિત લોકો પૈકી 72 ટકાના આંકડા દર્શાવે છે. આમાં 6,17,915 નું આંકલન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં લોકેને પોતાના ક્ષેત્રોમાં સંલગ્ન કરી દીધા છે.