17 ટકા પ્રિમિયમ પર લિસ્ટ થયા રિલાયંસ નિપ્પન લાઈફના શેર

નવી દિલ્હીઃ શેરબજારમાં લીસ્ટેડ થતાની સાથે જ રિલાયંસ નિપ્પન લાઈફ એસેટ મેનેજમેન્ટના શેરોએ પ્રગતીની દિશા પકડી હતી. કંપનીએ 252 રૂપીયાના દરથી આઈપીઓ જાહેર કર્યા હતા જે નેશનલ સ્ટોક એક્સચેંજ પર 17.42 ટકાની ઉચાઈ સાથે પ્રતિ શેર 295.90 રૂપીયાના દરથી લીસ્ટેડ થયા હતા.

1540 કરોડ રૂપીયાના આઈપીઓ 247 થી 252 રૂપીયાના પ્રાઈઝ બેંડ પર વેચવામાં આવ્યા અને તેનાથી 81.5 ગણું સબ્સક્રિપ્શન પણ મળ્યું. રિલાયંસ નિપ્પન લાઈફ જેવી મેનેજમેન્ટ કંપની આઈપીઓ 25 થી 27 ઓક્ટોબર વચ્ચે જાહેર થયું હતું.

રાકેશ ઝુનઝુનવાલા, આકાશ ભંસાલી અને નિમશ શાહ જેવા માર્કેટ ઇન્વેસ્ટર્સે દેશની પ્રથમ મ્યુચ્યુઅલ ફંડની તરફેણમાં IPO માટે રૂ. 550 કરોડની જાહેરાત કરી હતી. ઇશ્યૂ પ્રાઇસ પર શેર નાણાકીય વર્ષ 2017ના પ્રતિ શેર અર્નિંગ્સના 37 ગણા અને નાણાકીય વર્ષ 2017ની બુક વેલ્યના 8 ગણા જેટલા ઉપલબ્ધ હતા.