બજેટમાં સરકાર સાઈબર સિક્યોરિટી પર ફોકસ કરે તેવી શક્યતાઓ

0
1741

નવી દિલ્હીઃ બજેટમાં સાઈબર સિક્યોરિટી પર સરકાર દ્વારા સારૂ ધ્યાન આપવામાં આવે તેવી શક્યતાઓ છે. સરકાર આના માટે બજેટ ફાળવણીને વધારીને ચારગણી કરી શકે છે. સરકાર દ્વારા સાઈબર ગુનાઓને પહોંચી વળવા માટે બજેટ વધારવામાં આવે તેવી શક્યતાઓ પ્રવર્તી રહી છે. બજેટમાં ટેક્નોલોજી અપગ્રેડેશન માટે વધારે ફંડ ફાળવવાની જાહેરાત કરવામાં આવી શકે છે.

બજેટમાં આધાર સિસ્ટમને મજબૂત બનાવવા માટે અલગ ફંડ આપવામાં આવી શકે છે. તો આ સીવાય તમામ સેક્ટમાં સાઈબર ગુનાઓને પહોંચી વળવા માટે સીઈઆરટી એટલે કે સાઈબર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે 2016-17માં સાઈબર સિક્યોરિટી માટે 45 કરોડ રૂપીયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું જ્યારે આ વર્ષે 200 કરોડ રૂપીયાનું બજેટ ફાળવવામાં આવે તેવી શક્યતાઓ છે.