આ કંપનીએ જાહેર કર્યું 4 રુપિયા પ્રતિ શેર ડિવિડન્ડ

0
836

મુંબઇઃ 2019-19ના પહેલાં ત્રિમાસિક ગાળામાં દેશની સૌથી મોટી આઈટી કંપની ટીસીએસ- ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસનો કન્સોલિડેટેડ નફો 6.32 ટકા વધીને આવ્યો હોવાના અહેવાલ છે. આ સમયગાળામાં 7,340 કરોડ રુપિયાનો નફો કંપનીને થયો છે, જ્યારે માર્ચ 2018ના પૂરાં થતાં ત્રિમાસિકગાળામાં 6,904 કરોડ રુપિયા હતો. વાર્ષિક ધોરણે કંપનીનો નફો કુલ 23.46 ટકા વધ્યો છે.

ટીસીએસ દ્વારા પ્રિ શેર 4 રુપિયા ઇન્ટરિમ ડિવિડન્ડ આપવાની ઘોષણા પણ કરવામાં આવી છે.

કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ 5.3 ટકા વધીને 8,578 કરોડ રુપિયા આવ્યો છે. પહેલાં ત્રિમાસિકમાં ઓપરેટિંગ માર્જિન 25.4 ટકા ઘટી 25 ટકા રહ્યું હતું.

ટીસીએસની ડોલરમાં ફણ આક વધી છે.  ડોલર આવક 1.6 ટકા વધી 505.1 કરોડ ડોલર રહી છે. બીએફએસઆઈ વર્ટિકલ ગ્રોથ 3.7 ટકા વધ્યો છે.

ટીસીએસ બોર્ડે 16,000 કરોડ રુપિયાના શેર બાયબેકને 15 જૂને મંજૂરી આપી હતી તેના માધ્યમથી કંપની 7.61 કરોડ શેર ખરીદવાની છે. આ બાયબેક ઓફર માટે ઓફર પ્રાઇસ 2.100 રુપિયા પ્રતિ શેર રાખવાને પણ મંજૂરી અપાઇ છે. શેર બાયબેકમાં કંપની પ્રમોટર્સ પણ ભાગ લેશે.