12 ફેબ્રુઆરીનો RBIનો પરિપત્ર સુપ્રીમે રદ કર્યો, નાદારીની પ્રક્રિયાને લઈને…

નવી દિલ્હી- રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક શરુ થઈ ગઈ છે. જે આગામી ગુરુવારના રોજ પૂર્ણ થશે.બેઠક પહેલા સુપ્રીમ કોર્ટે એક મામલે આરબીઆઈને મોટો ઝટકો આપ્યો છે. આરબીઆઈએ ગત 12 ફેબ્રુઆરીના રોજ બેંકો માટે એક પરિપત્ર જાહેર કર્યો હતો.

જેમાં કહેવામાં આવ્યું હતું કે, 180 દિવસોની અંદરમાં 2000 કરોડ રૂપિયાથી વધુની લોન ધરાવતા ખાતાઓનું વ્યાજ લોનના હપ્તા જો નહીં ચૂકવવામાં આવે તો, તેમની સામે નાદારીની પ્રક્રિયા શરુ કરવામાં આવશે. આ સર્કુલરને સુપ્રીમ કોર્ટે હવે રદ્દ કરી દીધો છે. આ સાથે જ કોર્ટે કહ્યું કે, આ સર્કુલર આરબીઆઈના અધિકાર ક્ષેત્રમાં નથી. સુપ્રીમ કોર્ટના જજ આરએફ નરીમનએ કહ્યું કે, અમે આરબીઆઈ સર્કુલરને ગેરબંધારણીય જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કે, આ મામલો જૂદી જૂદી હાઈકોર્ટોમાંથી પસાર થઈને સુપ્રીમ કોર્ટની બેંચ સુધી પહોંચ્યો હતો. હાઈકોર્ટોમાં આરબીઆઈના સર્કુલરને ચેલેન્જ કરવામાં આવ્યો હતો.

 

આ બધા વચ્ચે મંગળવારી રિઝર્વ બેંકની ત્રણ દિવસીય મોનેટરી પોલિસીની સમીક્ષા બેઠક શરુ થઈ ગઈ છે. ગવર્નર શક્તિકાન્ત દાસ આ બેઠકના નિર્ણયની જાહેરાત 4 એપ્રીલના રોજ કરશે. આ નિર્ણયમાં આર્થિક ગતિવિધિઓને પ્રોત્સાહન માટે નીતિગત દરોમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે. રિઝર્વ બેંકે ફેબ્રુઆરીમાં 18 મહિનાના અંતરાલ બાદ રેપો રેટમાં એક ચતુર્થાંશ ટકા ઘટાડો કર્યો છે. સતત બીજી વખત વ્યાદ દરમાં ઘટાડાથી આ ચૂંટણીની સિઝનમાં લોન લેનારને મોટી રાહત મળી શકે છે.