એમઆરપી મામલે કેન્દ્ર સરકાર અને ગ્રાહકોને ઝાટકો

0
2013

નવી દિલ્હી– બોટલબંધ પીવાના પાણીની કીમત વસૂલવા માટે મનસ્વીપણે ભાવ લેતી હોટલ રેસ્ટોરન્ટ તેમ કરી શકે છે અને એમઆરપીમાં લખ્યો હોય તેટલો  ભાવ લેવા માટે મજબૂર ન કરી શકાય તેવો સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવ્યો છે. હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશને કરેલી લીવ પિટિશનની તરફેણમાં આ ચૂકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે.

. હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનેની તરફેણમાં ચૂકાદો જાહેર કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે હોટેલ રેસ્ટોરન્ટમાં બોટલ્ડ વોટરની એમઆરપીની કીમત ઉપરના ભાવે વેચી શખાય છે. તેમ કરવા પર હોટેલ રેસ્ટોરન્ટ વિરુદ્ધ કેસ દાખલ નહીં કરી શકાય.

કેન્દ્ર સરકારે એમઆરપીથી વધુ ભાવે બોટલ્ડ વોટર વેચવા પર જેલની સજાની જોગવાઇ કરવાની વાત કહી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે હોટેલ રેસ્ટોરન્ટ એસોસિએશનની દલીલો સાંભળ્યા બાદ ચૂકાદો કેન્દ્રની વિરુદ્ધમાં આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઇકોર્ટે એમઆરપીથી વધુ ભાવે બોટલ્ડ વોટર વેચવાને ગેરકાનૂની ગણાવ્યું હતું. આ ફેંસલા સામે હોટેલ રેસ્ટોરન્ટ એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી હતી જેનો ચૂકાદો તેમની તરફેણમાં આવ્યો છે.