સરકાર દ્વારા 4500 કરોડના પેકેજની જાહેરાત બાદ ખાંડના ભાવમાં વધારો

નવી દિલ્હીઃ સરકાર દ્વારા ખાંડના ઉદ્યોગ માટે 4500 કરોડ રુપિયાના પેકેજને મંજૂરી આપવામાં આવ્યા બાદ દિલ્હીમાં ખાંડના હોલસેલ બજારમાં ખાંડની કિંમતોમાં 170 રુપિયા પ્રતિ ક્વિન્ટલની પર્યાપ્ત તેજી આવી. પ્રાપ્ત વિગતો અનુસાર ખાંડના ઉદ્યોગને આપવામાં આવેલા પેકેજમાં શેરડી ઉત્પાદકો માટે ઉત્પાદન સહાયતામાં આશરે બે ગણી વૃદ્ધિ તેમજ વર્ષ 2018-19માં 50 લાખ ટન ખાંડની નિર્યાત માટે પરિવહન સબસિડી આપવાના નિર્ણયથી વ્યાપારીક ધારણામાં વધારે તેજી આવી હતી.

આ સીવાય ખાંડની કિંમતોમાં આગળ વધુ વધારો થવાની શક્યતાઓના કારણે ખાંડની મીલો દ્વારા બજારમાં મર્યાદીત માલ પહોંચાડવાના કારણે પણ વ્યાપારીક ધારણામાં વધારે તેજી આવી. એમ-30 અને એસ-30 આ બે પ્રકારની ખાંડની કીંમતો 170-170 રુપિયાની તેજી સાથે ક્રમશઃ 3,550 – 3,750 રુપિયા અને 3,540 – 3,740 રુપિયા પ્રતિ ક્વિન્ટલ પર બંધ થઈ. ખાંડ મીલ ડિલીવરી એમ-30 અને એસ 30 પ્રકારની કીંમતોમાં 160 – 160ના વધારા સાથે 3,270 – 3,490 અને 3,260 – 3,480 પ્રતિ ક્વિન્ટલ પર બંધ થઈ. બીલકુલ આ જ પ્રકારે વિવિધ પ્રકારની ખાંડના ભાવમાં પણ તેજી જોવા મળી હતી.

બજારમાં આજે ખાંડના ભાવ આ પ્રકારે રહ્યા હતા. ખાંડના છૂટક બજારમાં 36-42 રુપિયા જેટલો ભાવ રહ્યો હતો. ખાંડ મિલ ડિલીવરીમાં એમ-30 પ્રકારની ખાંડના 3270 થી 3,490  રુપિયા અને એસ-30 પ્રકારની ખાંડના 3,260 થી 3,480 રુપિયા જેટલો ભાવ નોંધાયો હતો.