સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ શરુ કરશે ડિજિટલ SME પ્લેટફોર્મ, ખાસ વાતો…

નવી દિલ્હીઃ નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે સારા સમાચાર છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ આ ઉદ્યોગો માટે ઓપન પ્લેટફોર્મ શરુ કરવા જઈ રહ્યું છે. આની મદદથી ઉદ્યોગોને વધવામાં મદદ મળશે. આ પ્લેટફોર્મ તેમને તમામ પ્રકારની નાણાકીય અને વ્યાપારી સુવિધાઓ પ્રાપ્ત કરાવશે. આને SC Ventures અંતર્ગત લોન્ચ કરવામાં આવશે. આ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડનું ઈનોવેશન, ઈન્વેસમેન્ટ અને વેન્ચર યૂનિટ છે. દેશમાં આ પોતાના પ્રકારનું પ્રથમ ટેક્નોલોજી પ્લેટફોર્મ હશે જે એસએમઈને તમામ પ્રકારનો સામાન ઉપલબ્ધ કરાવશે.

દેશના જીડીપીમાં એસએમઈ સેક્ટરની આશરે 30 ટકા ભાગીદારી છે. આ સેક્ટર દેશની કુલ નિર્યાતમાં 45 ટકા યોગદાન આપે છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના સીઈઓ ઝરીન દારુવાલાએ કહ્યું કે ભારતમાં ભરપુર અવસર છે. અહીંયા લાખો એસએમઈ છે. આ લોકો પોતાની પૂર્ણ ક્ષમતાથી કામ કરી શકે, એટલા માટે તેમની મદદ કરવાની જરુરિયાત છે. પ્લેટફોર્મ આમની તમામ જરુરીયાતોને પૂર્ણ કરી શકે છે.

દેશમાં વ્યાપારી માહોલમાં તેજીથી સુધારો આવ્યો છે. ડિજિટલ બિઝનેસ સોલ્યૂશન પ્રોવાઈડરોની સંખ્યામાં વધારો થયો છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડનું નવું પ્લેટફોર્મ લોજિસ્ટિક્સ, કોમર્શિયલ ઈન્શ્યોરન્સ, કુશળ માનવ સંસાધન, બિઝનેસ લોન આ તમામ સુધી પહોંચ પ્રાપ્ત કરવામાં ઉદ્યોગોની મદદ કરશે. આને ઓપન પ્લેટફોર્મ સાથે અન્ય નાણાકીય સંસ્થાનો સાથે પણ જોડવામાં આવશે.

આનાથી આ મલ્ટીચેનલ માર્કેટપ્લેસની જેમ કામ કરશે. 2019ના બીજા છમાસીક ગાળાથી ક્લાયન્ટો માટે પ્લેટફોર્મ ઉપ્લબ્ધ થશે.