RIL નવું લોન્ચિંગઃ આર।એલાન લોન્ચ

મુંબઈઃ રીલયાન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)એ કાપડની નવી બ્રાન્ડ આરએલાન લોન્ચ કરી છે, જેને જાણીતા ફેશન ડિઝાઇનરી અનિતા ડોંગરેના અનોખા ડિઝાઇન કલેક્શનના રૂપમાં રજૂ કરવામાં આવી હતી. આ કલેક્શનના શો-સ્ટોપર્સ અભિનેતા શાહીદકપૂર અને તેની પત્ની મીરા રાજપૂત હતાં.આરએલન આર.આઇ.એલ.ની એવી કાપડ બ્રાન્ડ છે. જેની છત્રછાયામાં આધુનિક યુગના કાપડની વિસ્તૃત શ્રેણીને સમાવી લેવામાં આવી છે. કલાત્મકતા, ગુણવત્તા અને આરામદાયક અનુભવ પ્રદાન કરતી આ બ્રાન્ડ કલાત્મક છે અને બુદ્ધિગમ્ય પણ છે. આરએલાન નેક્સ્ટ જેન ફેબ્રીક 2.0 છે.

આરએલાન કાપડ ખાસ રીતે બનાવવામાં આવતા ફાઇબરમાંથી બને છે, જે ઉપયોગીતા અને ફેશનનો સમન્વય છે. આ પ્રકારની બે ટેકનોલોજીઓ – આરએલાન ગ્રીનગોલ્ડ અને આરએલાન ફ્રીફ્લોનો ઉપયોગ અનિતા ડોંગરેના લેકમે ફેશન વીક સમર/રીસોર્ટ 2018 કલેક્શન માટે કરવામાં આવ્યો હતો.

ફ્રીફ્લો ધરાવતી આરએલાન બ્રાન્ડ વધારે મુલાયમ, વધારે ઝીણું અને સમૃદ્ધ રંગોવાળું કપડું છે અને પહેરતાં કેવું દેખાશે તેના પર વધારે ધ્યાન અપાતું હોવાથી ડિઝાઇનરો આ બ્રાન્ડના માત્ર કલેક્શન જ નહીં, પરંતુ વસ્ત્રોનો અભૂતપૂર્વ અનુભવ પૂરો પાડી શકે છે.

ગ્રીનગોલ્ડઆરએલાન બ્રાન્ડનું કાપડ સૌથી ઓછી કાર્બનની હાજરી ધરાવતી વૈશ્વિક સ્તરે સૌથી
ઇકો-ફ્રેન્ડલી કાપડ બ્રાન્ડ છે. સંપૂર્ણ રીતે વપરાયેલી પ્લાસ્ટીક બોટલનો ફરીથી ઉપયોગ કરીને તેમાંથી ફાઇબર ગ્રીનગોલ્ડ પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉપયોગથી તૈયાર થાય છે.

અનિતા ડોંગરેના આરએલાન કલેક્શનને મળેલા પ્રતિસાદ અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પોલિયેસ્ટર વિભાગના વડા શ્રી હેમંત શર્માએ જણાવ્યું હતું કે, “અનિતા ડોંગરેએ રજૂ કરેલા અપ્રતિમ કલેક્શને આરએલન ફ્રીફ્લો અને આરએલાન ગ્રીનગોલ્ડ બ્રાન્ડની ઉચ્ચ ગુણવત્તા અને કલાત્મક પાસાંઓને બહાર લાવે છે. આરએલાનને લેકમે ફેશન વીકમાં મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદથી અમે ખૂબ ઉત્સાહિત છીએ.”