શેરબજારમાં તેજી, સેન્સેક્સે ઐતિહાસિક સપાટી વટાવી

0
875

મુંબઈ- આજે દેશના બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં શરૂઆતના વ્યાપારમાં 200થી વધારે પોઈન્ટનો ઉછાળો નોંધાયો અને નિફ્ટીમાં પણ 63થી વધારે પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સે આજે ઐતિહાસિક 36492નો આંકડો પાર કરી લીધો છે તો નિફ્ટીએ પણ 11021નો આંકડો પાર કરી લીધો છે. તો નિફ્ટી પહેલા પણ 11171 સુધીના આંકડે પહોંચેલી છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ કે આજે તેલ કંપનીઓના શેરમાં તેજી જોવા મળી હતી. થોડા સમયના જ વ્યાપાર બાદ સેન્સેક્સે 36514ના આંકડાને પાર કરી લીધો હતો.

બપોરે 12 કલાક બાદ સેંસેક્સ મજબૂતી સાથે 36680 પર અને નિફ્ટી લગભગ આજ સમયે 11063 પર જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)ના 30 શેર પર આધારિત સેંસેક્સ સવારે 158.3 પોઈન્ટના મજબૂતાઈ સાથે 36424 પર, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના 50 શેર પર આધારિત નિફ્ટી 58.65 પોઈન્ટના વધારા સાથે 11,006.95 પર ખુલી હતી.