શેરબજારમાં તેજીની સતત આગેકૂચ, સેન્સેક્સ અને નિફ્ટી નવી ઉંચાઈ પર

નવી દિલ્હીઃ બજેટ પહેલા બજાર સતત રેકોર્ડ બનાવી રહ્યું છે. આજે નવા સત્રની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી નવા સ્તર પર ખુલ્યા હતા. સેન્સેક્સ 100 પોઈન્ટ્સ વધી ગયો તો નિફ્ટીએ પણ 10910નો આંકડો સ્પર્શી લીધો. બોમ્બે સ્ટોક એક્સચેંજના 30 શેરોના સૂચકઆંક સેન્સેક્સ 98.33 પોઈંટ્સ મજબૂત થઈને 35 હજાર 609.91 પર ખુલ્યો હતો જ્યારે 50 શેરોના એનએસઈ નિફ્ટી 16.90 અંક વધીને 10,911.60 પોંઈટ્સ પર પહોંચી ગયો હતો.

stok market 3

સોમવારે શરૂઆતના વ્યાપારમાં બીએસઈ પર નબળા થઈ રહેલા 499 શેરોના મુકાબલે 821 શેરોમાં મજબૂતી જોવા મળી હતી. આ દરમિયાન રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ 1.5 ટકા, ઓએનજીસી 5 ટકા જ્યારે એચડીએફસીના શેરમાં 1 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જોકે વિપ્રો, આઈસીઆઈસીઆઈ બેંક અને એસબીઆઈ જેવા શેર નબળા જોવા મળ્યા હતા.