સેબીએ ફ્રોડ ટ્રેડ પર 28 વ્યક્તિઓ પર લગાવ્યો પ્રતિબંધ, SMS કરીને ફસાવતાં હતાં

0
1848

નવી દિલ્હી– માર્કેટ રેગ્યુલેટર સેબીએ બલ્કમાં એનઓથેન્ટિક એસએમએસ ‘બાય’(ખરીદ) કરવાની સલાહ આપતાં અને ઈન્વેસ્ટરને ગુમરાહ કરનાર 28 વ્યક્તિઓ પર કેપિટલ માર્કેટમાં પ્રતિબંધ મુક્યો છે. આ કંપનીઓએ કલ્પ કોમર્શિયલના શેરમાં સલાહ આપી હતી, જેને ઉદેશ્ય કલ્પના શેરના ભાવ વધે અને સ્ટોકમાં ટ્રેડિંગ પણ વધે.કલ્પ કોમર્શિયલના શેરથી ઈન્વેસ્ટરોને ભારે નુકશાન થયું હતું. અંદાજે એક વર્ષ પહેલા આ શેરનો ભાવ રૂપિયા 140 હતો, જે હાલ ઘટીને રૂપિયા 8.49(સોમવાર-30 એપ્રિલ, 2018ના રોજ) બંધ થયો હતો. આવા પ્રકારે જો કોઈ વ્યક્તિએ એક વર્ષ પહેલા આ શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તે ઘટીને માત્ર રૂપિયા 6800થી પણ ઓછુ થઈ ગયું છે.

સેબીએ આ બાબતે બ્રોકરેજ હાઉસ, ડિપોઝિટરીઝ સહિત કઈ ઈન્ટરમીડિયરીઝ તરફથી અનેક ફરિયાદો મળી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે કેટલાક લોકો ગેરંટેડ રીટર્ન આપતા એસએમએસ મોકલી રહી છે, અને તેના માધ્યમથી ઈન્વેસ્ટરોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ત્યાર બાદ સેબીએ તપાસ કરતાં કલ્પ કોમર્શિયલ(કેસીએલ)ના સેરમાં 10-18 ઓકટોબર, 2017 દરમિયાન થયેલ શેરના ટ્રેડિંગની શરૂઆતમાં તપાસ કરી હતી. જેમાં કંપનીના શેરોમાં ટ્રેડિંગ સંબધિત બ્લકમાં શોર્ટ મેસેજિસ મોકલવામાં આવ્યા હતા.