વોટ્સઅપ લીક મામલે સેબીએ મોટાપાયે કરી છાપામારીની કાર્યવાહી

નવી દિલ્હીઃ સેબીએ લીસ્ટેડ કંપનીઓના મૂલ્યની દ્રષ્ટિથી સંવેદનશીલ સૂચનાઓ લીક થવા મામલે મોટી કાર્યવાહી કરી છે. નિયમનકારી દ્વારા 30થી વધારે માર્કેટ એનાલિસ્ટ અને ડીલરોની કંપનીઓમાં છાપામારી કરીને દસ્તાવેજ, કમ્પ્યૂટર, મોબાઈલ અને લેપટોપ સહિતનો માલસામાન જપ્ત કર્યો હતો. સેબીએ આ છાપેમારી કેટલીક મોટી કંપનીઓ સહિત સૂચિબદ્ધ કંપનીઓની એવી સૂચનાઓ સામે આવ્યા બાદની છે જે સાર્વજનિક નથી. આ સૂચનાઓ વોટ્સએપ મેસેજીસ તથા સોશિઅલ મીડિયા ચેટરૂમ દ્વારા લીક કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સેબીએ દેશના મુખ્ય શહેરોમાં છાપેમારી કરીને કાર્યવાહી કરી છે. છાપેમારીની આ કાર્યવાહી સિક્યોરિટીઝ માર્કેટના 30થી વધારે માર્કેટ એનાલિસ્ટ તથા ડીલરો પર કરવામાં આવી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર છાપેમારી દરમિયાન રજિસ્ટર, દસ્તાવેજ, કોમ્પ્યુટર્સ, મોબાઈલફોન, અને લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં સેબીના 70 અધિકારી તથા રાજ્યોના પોલીસ વિભાગે મહત્વની ભૂમિકા નિભાવી હતી. છાપામારીનો અધિકાર મળ્યા બાદ સેબીએ સૌથી મોટી કાર્યવાહી કરી છે.