SBIએ દંડમાં 75 ટકાનો ઘટાડો કર્યો, 25 કરોડ ગ્રાહકોને મિનિમમ બેલેન્સની રાહત

નવી દિલ્હીઃ  દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ એકાઉન્ટ બેલેન્સ મેન્ટેઇન ન કરવા પર લગાવવામાં આવતા દંડમાં 75 ટકા જેટલો ઘટાડો કર્યો છે. કોઈપણ ગ્રાહકને 15 રૂપિયાથી વધારે દંડ નહીં ચૂકવવો પડે. અત્યાર સુધી આ દંડની રકમ વધારેમાં વધારે 50 રૂપિયા સુધીની હતી. બેંક ગ્રાહકોને ઘટેલી પેનલ્ટીનો ફાયદો એપ્રિલથી મળશે.

તમામ બ્રાંચના ગ્રાહકો માટે ઘટી રકમ

એસબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ પેનલ્ટી ચાર્જ તમામ પ્રકારના બ્રાંચ કસ્ટમર માટે ઘટાડવામાં આવ્યો છે. એટલે કે આનો ફાયદો મેટ્રો, શહેરી અને ગ્રામીણ સહિતના તમામ વિસ્તારોમાં ગ્રાહકોને મળશે. બેંકે દાવો કર્યો છે કે આ નિર્ણયથી એસબીઆઈના 25 કરોડ જેટલા ગ્રાહકોને સીધો ફાયદો મળશે.

મેટ્રો અને શહેરી શાખાઓમાં

  • 50 ટકા સુધી બેલેંસ ઓછુ હોવા પર અત્યાર સુધી 30 રૂપીયા જેટલો દંડ લાગતો હતો, જે હવે માત્ર 10 રૂપીયા લાગશે.
  • 50 ટકાથી વધારે અને 75 ટકા સુધી બેલેંસ ઓછુ હોવા પર અત્યાર સુધી 40 રૂપીયા જેટલો દંડ લાગતો હતો, જે હવે માત્ર 12 રૂપીયા લાગશે.
  • 75 ટકાથી વધારે બેલેંસ ઓછુ હોવા પર અત્યાર સુધી 50 રૂપીયા જેટલો દંડ લાગતો હતો જે હવે માત્ર 15 રૂપીયા લાગશે.

અર્ધશહેરી શાખામાં 

  • 50 ટકા સુધી બેલેંસ ઓછુ હોવા પર અત્યાર સુધી 20 રૂપીયા દંડ લાગતો હતો જે હવે માત્ર 7.50 રૂપીયા લાગશે.
  • 50 ટકાથી વધારે અને 75 ટકા સુધી બેલેંસ ઓછુ હોવા પર અત્યાર સુધી 30 રૂપીયા દંડ લાગતો હતો જે હવે માત્ર 10 રૂપીયા લાગશે.
  • 75 ટકાથી વધારે બેલેંસ ઓછુ હોવા પર અત્યાર સુધી 40 રૂપીયા દંડ લાગતો હતો જે હવે માત્ર 12 રૂપીયા લાગશે.

ગ્રામીણ શાખામાં

  • 50 ટકા સુધી બેલેંસ ઓછુ હોવા પર અત્યાર સુધી 20 રૂપીયા જેટલો દંડ લાગતો હતો જે હવે માત્ર 5 રૂપીયા લાગશે.
  • 50 ટકાથી વધારે અને 75 ટકા સુધી બેલેંસ ઓછુ હોવા પર 30 રૂપીયા જેટલો દંડ લાગતો હતો જે હવે માત્ર 7.5 રૂપીયા જેટલો લાગશે.