SBIએ એફડીના વ્યાજ દરમાં 0.25 ટકા સુધીનો વધારો કર્યો

0
1848

મુંબઈઃ દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ ફિક્સ્ડ ડિપોઝીટ્સના વ્યાજ દરમાં અચાનક 0.10-0.25 ટકાનો વધારો કરીને લોકોને અચંબિત કરી દીધા છે. માનવામાં આવી રહ્યું છે કે ઈકોનોમિક રિકવરી વચ્ચે લોનની માંગ વધારવાને લઈને તેણે આ પગલું ભર્યું છે. એસબીઆઈ દ્વારા એફડીના વ્યાજદરમાં વધારો કરવાનો અર્થ એ પણ છે કે આગળ જતા લોન મોંઘી થઈ શકે છે.

દેશની બેંકિંગ ઈન્ડસ્ટ્રીના 25 ટકા જેટલા ભાગ પર એસબીઆઈની પકડ છે. હવે તે 2થી 10 વર્ષના ડિપોઝિટ પર 6.6 ટકાથી 6.75 ટકાની વ્યાજની ઓફર કરશે. નવા દરોને બુધવારથી લાગુ કરવામાં આવ્યા છે. ત્રણ મહિનાથી વધારે સમયમાં એસબીઆઈ દ્વારા ડિપોઝિટ રેટમાં કરવામાં આવેલો આ ચોથો વધારો છે.

બેંકના મેનેજિંગ ડાયરેક્ટરે જણાવ્યું કે વ્યાજ દરોમાં ઘટાડાનો સમય સમાપ્ત થયો છે અને કદાચ આમાં વધારો થવા લાગ્યો છે. જો કે અત્યારે તે લેવલ નથી આવ્યું કે લોન મોંઘી કરવી પડે. રેટ કટની આશાઓ સમાપ્ત થઈ ગઈ છે. અમે અમારા દરોમાં માર્કેટ રેટના હિસાબથી ફેરફાર કરી રહ્યા છીએ.