એસબીઆઈનો ગ્રાહકોને ખાસ મેસેજ, વાત ન માની તો ખાતું થશે બ્લોક

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ પોતાના ગ્રાહકોને સતત મેસેજ મોકલી રહી છે. બેંક પોતાના ગ્રાહકોને પોતાની KYC પૂર્ણ કરવા માટે કહી રહી છે. જો કોઈ ગ્રાહક આમ ન કરે તે તેના બેંક અકાઉન્ટમાંથી ટ્રાંઝેક્શન નહી થઈ શકે. આપને જણાવી દઈએ કે આરબીઆઈએ તમામ બેંક એકાઉન્ટ માટે KYC જરુરી બનાવી દિધું છે.

બેંક પોતાના ગ્રાહકોને મેસેજ મોકલી રહી છે કે- ભારતીય રિઝર્વ બેંકના દિશા-નિર્દેશો અનુસાર આપના ખાતામાં KYC દસ્તાવેજોને અપડેટ કરવાના છે. કૃપા કરીને નવીનતમ KYC દસ્તાવેજો સાથે પોતાની નજીકની એસબીઆઈની શાખામાં સંપર્ક કરો. KYC પૂર્ણ ન કરવા પર તમારા ખાતામાં ભવિષ્યમાં થનારી લેણ-દેણ પર રોક લાગી શકે છે.

KYC એટલે (Know Your Customer). KYC કરાવવું તમામ લોકો માટે જરુરી છે. એક પ્રકારે બેંક અને ગ્રાહક વચ્ચેના સંબંધને KYC મજબૂત કરે છે. KYC વગર રોકાણ શક્ય નથી અને આના વગર ખાતુ ખોલાવવું પણ સરળ નથી.

બેંકમાં ખાતુ ખોલાવવું, મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું, બેંક લોકર્સ લેવું અથવા તો જૂની કંપનીનો પીએફ ઉપાડવો હોય તો આવી નાણાકિય લેવડ-દેવડમાં KYC મામલે પૂછવામાં આવે છે. KYC દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે કોઈ બેંકિંગ સેવાઓનો દુરુપયોગ તો નથી કરી રહ્યું ને.

KYC માટે એસબીઆઈની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર KYC માટે ઓળખપત્ર, એડ્રેસપ્રુફ આપવાનું રહેશે.