સોવરન ગોલ્ડ બોન્ડ ખરીદનારા ઈન્વેસ્ટર્સને થયો ફાયદો

નવી દિલ્હીઃ ગોલ્ડની જગ્યાએ સોવરન ગોલ્ડ બોન્ડ ખરીદનારા ઈન્વેસ્ટર્સ ફાયદામાં રહ્યા છે. આના પર 2 ટકા વ્યાજ મળે છે અને આ વચ્ચે સોનાની કીંમત વધી છે. નવેમ્બર 2015માં જાહેર પ્રથમ ગોલ્ડ બોન્ડ ઈશ્યુના 2020માં પાંચ વર્ષ પૂર્ણ કર્યા બાદ ઈન્વેસ્ટર્સ આમાંથી નિકળી શકે છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સાડા ત્રણ વર્ષ દરમિયાન 26 ચરણોમાં જાહેર કુલ 7,176.49 કરોડ રુપિયાના ગોલ્ડ બોન્ડ ભારતીયોએ ખરીદ્યા છે. આરબીઆઈના આંકડાથી ખ્યાલ આવે છે કે રોકાણકારોએ અત્યારસુધી 2600 રુપિયા પ્રતિ ગ્રામથી લઈને 3214 રુપિયા પ્રતિ ગ્રામની પ્રાઈઝ રેન્જમાં ગોલ્ડ ખરીદ્યું છે. જો કે આરબીઆઈ પાસે ઉપસ્થિત ગોલ્ડની કુલ માત્રાની તુલનામાં આ બોન્ડની વેલ્યું ખૂબ ઓછી છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ બોન્ડ લોકપ્રિય નથી થયા કારણ કે શરુઆતમાં ખૂબ ચેરિટેબલ ટ્રસ્ટ અને મોટા ખરીદદારો આનાથી દૂર રહ્યા છે. આના પર જીએસટી અને કોઈ કેપિટલ ગેન્સ નથી લાગતો પરંતુ વ્યાજ પર ટેક્સ આપવો પડે છે. આનાથી લોકોએ આમાં રસ દર્શાવ્યા છે. નવેમ્બર 2015માં ગોલ્ડ પહેલા ઈશ્યૂથી સોનાની આંતરરાષ્ટ્રીય કીંમતો 25 હજાર રુપિયા પ્રતિ 10 ગ્રામથી વધારીને આશરે 34 હજાર રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા છે. આરબીઆઈએ ગત વર્ષે પોતાના ગોલ્ડનું રિઝર્વ વધાર્યું છે જેનાથી ગોલ્ડ બોન્ડની મેચ્યોરિટી પર તેને મુશ્કેલી ન થાય. ડિસેમ્બર 2018 સુધી આરબીઆઈ પાસે ગોલ્ડનું કુલ રિઝર્વ આશરે 600 ટન હતું.

આરબીઆઈ પોતાનું ગોલ્ડ રિઝર્વ વધારી રહ્યું છે કારણ કે એક કેન્દ્રીય બેંક માટે પોતાનું ઈન્વેસમેન્ટ અથવા ડાયવર્સિફિકેશન તરીકે આ એક સામાન્ય પગલું છે. ગોલ્ડ બોન્ડની મેચ્યોરિટી માટે આરબીઆઈ પાસે કુલ ગોલ્ડ રિઝર્વ પર્યાપ્તથી વધારે છે. જો કે જાણકારોનું કહેવું છે કે ગોલ્ડ બોન્ડની સરકારના પ્રયત્નોથી ફિઝિકલ ગોલ્ડ રાખવાનો એક વિકલ્પ બન્યો છે અને આ જ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય હતો.