બંધ નહીં થાય પીરામલની Saridon દવા, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો નિર્ણય

નવી દિલ્હીઃ મુકેશ અંબાણીના વેવાઈ અજય પીરામલની કંપની પીરામલ એન્ટરપ્રાઈઝને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે પીરામલ ઈન્ડસ્ટ્રીઝની ફેમસ પેઈન રિલીફ ટેબલેટ Saridon ને ફિક્સ ડોઝ કોમ્બિનેશનની યાદીમાંથી હટાવવાનો નિર્ણય સંભળાવ્યો છે. રેગ્યુલેટરીને આપલી જાણકારીમાં પીરામલ એન્ટરપ્રાઈઝે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે તેના ઐતિહાસિક હેલ્થકેર પ્રોડક્ટની પક્ષમાં નિર્ણય સંભળાવતા Saridon ને પ્રતિબંધિત લિસ્ટમાંથી હટાવી દીધી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 13 સપ્ટેમ્બર 2018 ના રોજ 349 FDC દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ લગાવવાની સૂચના જાહેર કરી હતી. આ પ્રતિબંધ સપ્ટેમ્બર 2018 થી લાગુ થઈ ગયો હતો. આ FDC દવાઓમાં પીરામલ એન્ટરપ્રાઈઝીઝની Saridon પણ શામિલ હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રતિબંધ વિરુદ્ધ પીરામલ એન્ટરપ્રાઈઝીઝ અને અન્ય કંપની સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચી હતી.

ત્યારે સુપ્રીમ કોર્ટે પીરામલ હેલ્થકેરની સેરિડોન, ગ્લૈક્સોસ્મિથક્લાઈનની પ્રીટોન, જગ્ગટ ફાર્માની ડાર્ટ અને એક અન્ય દવા પર લાગેલા પ્રતિબંધ પર રોક લગાવી દીધી હતી. હવે સુપ્રીમ કોર્ટે Saridon ને FDC લિસ્ટમાંથી સંપૂર્ણપણે રીતે હટાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા પીરામલ એન્ટરુપ્રાઈઝની એક્ઝિક્યૂટિન ડિરેક્ટર નંદિની પીરામલે કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અમે ખુશ છીએ. તેમણે કહ્યું કે આ નિર્ણયથી એ સિદ્ધ થાય છે કે અમે ભારતીય ઉપભોક્તાઓની જરુરિયાતોને પૂર્ણ કરવા અને સુરક્ષિત સ્વાસ્થ્ય સંભાળ માટે પ્રતિબદ્ધ છીએ.