પશ્ચિમ રેલવેના જન જાગૃતિ ઝુંબેશમાં જોડાશે સચિન તેંડુલકર

નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર હવે પશ્ચિમ રેલવેમાં મહિલા સુરક્ષા, સ્વચ્છતા અને અતિક્રમણને લઈને જાગૃતતા ઝુંબેશનું નેતૃત્વ કરશે. તાજેતરમાં જ આ પ્રકારના જ જન જાગૃતિ ઝુંબેશ માટે મધ્ય રેલવેએ અમિતાભ બચ્ચનને કામ સોંપ્યું છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈની રેલ સેવા દરમિયાન રેલવે ટ્રેક પર અતિક્રમણના કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે અને આને રોકવા માટે પશ્ચિમ રેલવેએ સચિન તેંડુલકરને જાગૃતતા ઝુંબેશમાં સામેલ કર્યા છે. તેંડુલકર આ મુદ્દાઓ પર લોકોમાં જાગૃતિ ફેલાવશે.

પશ્ચિમ રેલવે દ્વારા આ પહેલા જેકી શ્રોફ, દિલજીત દોસાંજ, ઝોયા અખ્તર અને જ્હોન અબ્રાહમને આ પ્રકારના જનજાગૃતિના કાર્યો માટે કામ સોંપવામાં આવ્યું હતું.