ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ

0
1072

નવી દિલ્હીઃ ડૉલરની સામે રૂપિયો સતત નબળો થતો જઈ રહ્યો છે. આજે ભારતીય કરન્સી અત્યાર સુધીના પોતાના સૌથી નીચા સ્તર પર પહોચી ગયો છે. આજે રૂપિયો વધુ 28 પૈસાના ઘટાડા સાથે ડૉલરના સામે 68.89 રૂપિયાના સ્તર પર ખુલ્યો હતો, જે ઝડપથી વધુ તૂટી 49.06 થયો હતો, આ રૂપિયામાં અત્યાર સુધીમાં થયેલો સૌથી વધુ ઘટાડો છે. અને અત્યાર સુધીના સૌથી નીચી સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે.

ગઈકાલે રૂપીયો 68.61ના સ્તર પર બંધ થયો હતો. આ પહેલા રૂપીયો ક્યારેય ડોલરના મુકાબલે 69ની પાર પહોંચ્યો નથી. ક્રૂડના ભાવમાં ઘટાડા પછી ડૉલર સામે રૂપિયોનું સતત ધોવાણ ચાલુ રહ્યું છે. જો કે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા રૂપિયાને વધુ તૂટતો અટકાવવા માટે ઈન્ટરવેન્શન કરે તેવી શક્યતા છે.