કાંદિવલી (વેસ્ટ)માં રૂપારેલ રિયાલ્ટીના બે નવા પ્રોજેક્ટ; એકમાં પરવડી શકે એવી કિંમતના ઘરો, બીજામાં લક્ઝરિયસ

મુંબઈ – રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મહાનગરની અગ્રગણ્ય કંપની રૂપારેલ રિયાલ્ટીએ કાંદિવલી ઉપનગરના વેસ્ટ ભાગમાં તેના બે નવા નોંધનીય પ્રોજેક્ટ શરૂ કર્યા છે. એક પ્રોજેક્ટ છે, રૂપારેલ ઓપ્ટિમા – ફેસ 2, જે ગ્રાહકોને પરવડી શકે એવા હાઉસિંગ સેગમેન્ટમાં શરૂ કરાયો છે જ્યારે બીજો છે, રૂપારેલ પેલેસિયો, જેમાં લક્ઝરીયસ આવાસો છે.

‘ફેસ 2 રૂપારેલ ઓપ્ટિમા’ પ્રોજેક્ટમાં કુલ ૪૦ માળ છે, જેમાં 1-BHK ફર્નિશ્ડ ફ્લેટ્સ ૫૩ લાખ રૂપિયામાં વેચાય છે જેમાં ગ્રાહકો પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભો પણ મેળવી શકશે. આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે RERA (રીયલ એસ્ટેટ રેગ્યૂલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ-2016) અંતર્ગત છે. આ પ્રોજેક્ટનો પહેલો ફેઝ આ વર્ષના એપ્રિલમાં લોન્ચ કરવામાં આવ્યો હતો અને એને ગ્રાહકો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. રૂપારેલ રિયાલ્ટી માત્ર એક જ અઠવાડિયામાં આ સમગ્ર ફેઝના ઘરો વેચવામાં સફળ રહી હતી.

વૈભવશાળી એવા ‘રૂપારેલ પેલેસિયો’ પ્રોજેક્ટના મકાનોની ગણના મુંબઈના પશ્ચિમી ઉપનગરોમાં એવા વિશિષ્ટ પ્રકારના મકાનોમાં કરાય છે જેમાં પ્રત્યેક માળ પર બબ્બે ફ્લેટ છે અને દરેક ફ્લેટની પ્રાઈવેટ એલિવેટર (લિફ્ટ) છે. આમ, દરેક ઘરના રહેવાસીઓને મહત્તમ પ્રાઈવસી મળે છે. આ પ્રોજેક્ટમાં બે તથા ત્રણ બેડરૂમ-હોલ-કીચન (2 and 3-BHK) ફ્લેટ છે જેની કિંમત અનુક્રમે રૂપિયા ૧ કરોડ ૭૩ લાખ અને બે કરોડ રૂપિયાથી શરૂ થાય છે.

‘રૂપારેલ ઓપ્ટિમા’ માટે રૂપારેલ ગ્રાહકોને સ્પેશિયલ પેમેન્ટ યોજના ઓફર કરે છે જેમાં ગ્રાહકો માત્ર એક લાખ રૂપિયા ચૂકવીને ફ્લેટ બુક કરાવી શકે છે જ્યારે ‘રૂપારેલ પેલેસિયો’માં, બુકિંગના સમયે જે તે ફ્લેટની કિંમતના માત્ર એક ટકા રકમ ભરીને ફ્લેટ બુક કરાવી શકાશે. વધુમાં, ગ્રાહકોને રજિસ્ટ્રેશન કરાવવા પર ‘આઈફોન X’ આપવામાં આવશે. વધુમાં, સ્વાઈપિંગ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ પર પેમેન્ટ કરનાર ગ્રાહકોને પાંચ ગ્રામ ગોલ્ડ વાઉચર પણ મળશે.

‘રૂપારેલ રિયાલ્ટી’ના મેનેજિંગ ડાયરેક્ટર અમિત રૂપારેલનું કહેવું છે કે, ભારતીય ગ્રાહકો એમના જીવનના તમામ તબક્કે નવા સરસ અનુભવો પ્રાપ્ત કરવાની સતત ધગશ રાખે છે અને અમે એનાથી પ્રભાવિત છીએ. ‘રૂપારેલ પેલેસિયો’ પ્રોજેક્ટમાં અમે ગ્રાહકોને શ્રેષ્ઠ કક્ષાની સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયાસ કર્યો છે જેથી એમને વૈભવનો અનુભવ થાય. જ્યારે, ‘રૂપારેલ ઓપ્ટિમા’ પ્રોજેક્ટ મોટા રેસિડેન્સિયલ હબ તરીકે ઊભરી આવ્યો છે. આમાં, ગ્રાહકને પરવડી શકે એવી કિંમતના ઘર માટેની જે ઈચ્છાઓ હોય એવું બધું જ પૂરું પાડવામાં આવ્યું છે.

કાંદિવલીમાં આ બંને પ્રોજેક્ટ મોલ્સ, હોટેલ્સ, શાળાઓ અને રેલવે સ્ટેશન સહિતની અનેક પ્રકારની લાઈફસ્ટાઈલ સુવિધાઓની નિકટમાં જ આવેલા છે. આગામી કાંદિવલી મેટ્રો લાઈન અને કોસ્ટલ રોડ જેવી સુવિધાઓ પણ ૧૫ મિનિટના વર્તુળાકાર વિસ્તારમાં જ ઉપલબ્ધ થશે. વધુમાં, આ ઘરો વાસ્તુવિજ્ઞાનને અનુરૂપ છે જેમાં જિમ, મલ્ટીપરપઝ હોલ તથા સ્વિમિંગ પૂલ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.

બંને પ્રોજેક્ટમાં કુલ ૪૪૬ ઘરો બાંધવામાં આવ્યા છે.