બિહારમાં સામે આવ્યો 800 કરોડ રુપિયાનો જીએસટી ગોટાળો, 5 કંપનીઓ કરી રહી હતી ટેક્સ ચોરી

નવી દિલ્હીઃ જીએસટીની ઈન્ટેલિજન્સ વિંગે બિહારમાં 800 કરોડ રુપિયાના જીએસટીના ગોટાળાનો પર્દાફાશ કર્યો છે.  કંપનીઓના બોગસ રજીસ્ટ્રેશનથી આ ગોટાળાનો ખેલ શરુ થયો. આ કંપનીઓ વગર સામાને વાસ્તવિક સપ્લાયના ઈનવોઈસ જાહેર કરવામાં આવતા હતા. પછી ત્રણ-ચાર ખોટા લેયર બનાવીને આની કડીની આગલી કંપનીઓ દ્વારા ખોટા ઈનવોઈસ પર કરોડોની ઈનપુટ ટેક્સ ક્રેડિટ લેવામાં આવતી હતી. આ પ્રકારે સરકારને કરોડોના રાજસ્વની ક્ષતી પહોંચાડવામાં આવી રહી હતી.

જીએસટી ઈન્ટેલિજન્સ, પટણા ઝોનલ બ્રાંચ દ્વારા આ અત્યારસુધીની સૌથી મોટી કરચોરી પકડી પાડવામાં આવી છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર આના માટે છપરા, દિલ્હી અને કોલકત્તામાં છાપેમારી કરવામાં આવી હતી. છપરાની બે કંપનીઓએ આખો સ્ક્રેપ દિલ્હી મોકલ્યો. ત્યારબાદ ફરી બંન્ને કંપનીઓએ કરોડોના સ્ક્રેપને ખોટા ડોક્યુમેન્ટ દ્વારા કોલકત્તાના સેન્ટ્રલાઈઝ મર્ચન્ટને વેચી દીધું.

છપરાની બંન્ને કંપનીઓના માલિક કોલકત્તા નિવાસી છે અને તેમના બેંક ખાતા પણ ત્યાંના જ છે. ઈ-વે બિલ સિસ્ટમમાં સ્ક્રેપના વેચાણને જે ટ્રકોથી મોકલવામાં આવ્યું હતું, ત્યારબાદ તપાસમાં ઘણા વાહનોનું રજીસ્ટ્રેશન ખોટુ જણાઈ આવ્યું. તપાસના ક્રમમાં ઘણા વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી તો પાંચ કંપનીઓ વિરુદ્ધ 800 કરોડના ગોટાળા અને 140 કરોડના ઈનપુટ ટેક્સ ક્રેડિટનો ખોટો અને ગેરકાયદેસર ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે.