રીઝર્વ બેન્કે નવી ડિઝાઈનવાળી 10 રૂપિયાની ચલણી નોટ ઈસ્યૂ કરી

મુંબઈ – ભારતીય રીઝર્વ બેન્કે 10 રૂપિયાના મૂલ્યની ચલણી નોટ નવી ડિઝાઈન સાથે ઈસ્યૂ કરી છે. જૂની ડિઝાઈનવાળી નોટ વ્યવહારમાં ચાલુ જ રહેશે. આ નવી નોટ મહાત્મા ગાંધી સિરીઝની છે અને એની પર આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલના હસ્તાક્ષર છે. નવી ડિઝાઈનવાળી નોટ ટૂંક સમયમાં જ ચલણમાં આવી જશે.

આરબીઆઈની વેબસાઈટ પર 10 રૂપિયાની નવી નોટ વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે.

રીઝર્વ બેન્કે 10 રૂપિયાની 100 કરોડ નોટ છાપી ચૂકી છે.

નવી નોટ ચોકલેટ બ્રાઉન રંગમાં છે. ખાસ રંગ ઉપરાંત ઓડિશાનાં સુપ્રસિદ્ધ સૂર્ય મંદિરની તસવીર પણ છે.

સાથોસાથ, આમાં સિક્યોરિટી ફીચર્સ અગાઉની નોટ કરતાં વધારે સારા છે.

રીઝર્વ બેન્કે ગયા વર્ષના ઓગસ્ટમાં રૂ. 200ના નવા મૂલ્યની નોટ વ્યવહારમાં મૂકી હતી અને રૂ. 50ના મૂલ્યવાળી નોટની નવી ડિઝાઈન બહાર પાડી હતી. આ બંને નોટ પણ મહાત્મા ગાંધી સિરીઝમાં જ છે.