રીલાયન્સ જિઓ ફાઈબર અને ટાવર એસેટ્સને અલગ એકમ બનાવશે, બોર્ડની મંજૂરી લેવાઈ

મુંબઈઃ ટેલિકોમ ઓપરેટર રીલાયન્સ જિઓ ઇન્ફોકોમના બોર્ડે કંપનીના ફાઇબર અને ટાવર એસેટ્સનું અલગ કંપનીમાં રૂપાંતર કરવા મંજૂરી આપી છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરોએ મંગળવારે યોજાયેલી બેઠકમાં ફાઇબર એસેટ્સને અલગ કંપનીમાં સ્કીમ ઓફ એરેન્જમેન્ટ હેઠળ મંજૂરી આપી હતી, એમ જિઓએ તેની રીઓર્ગેનાઇઝેશનની દરખાસ્તો તથા રીસ્ટ્રક્ચરિંગ માટે કરેલા રેગ્યુલેટરી ફાઇલિંગ અંગે જણાવ્યું હતું.

બોર્ડે આ જ રીતે તેની ટાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એસેટ્સને અલગ કંપનીમાં ઓન અ ગોઇંગ કન્સર્ન ધોરણે રૂપાંતર કરવા મંજૂરી આપી છે, એમ તેમણે ઉમેર્યુ હતુ. આ સ્કીમ રેગ્યુલેટરી અને સ્ટેટ્યુટરી મંજૂરીને આધીન છે, એમ તેમણે ઉમેર્યુ હતું પરંતુ તેની વિગતો આપી ન હતી.

રીલાયન્સ જિઓના 2.20 લાખ ટાવર છે અને લગભગ ત્રણ લાખ કિલોમીટરની ઓપ્ટિકલ ફાઇબર એસેટ્સ છે, જેનું કેપ્ટિવ યુઝ માટે લિવરેજ કરવામાં આવ્યું છે. તેનું છેલ્લુ પગલું કંપની દ્વારા ઝડપથી વિકસતા ટેલિકોમ બજારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લીઝ પર આપવાનું છે.રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ટેલિકોમ એકમને બજારમાં વધારે આક્રમક માનવામાં આવે છે. તેણે સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરના અંતે 681 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. વર્ષ અગાઉ તેની ચોખ્ખી ખોટ 271 કરોડ રૂપિયા હતી.

ત્રિમાસિક ધોરણે જોઈએ તો નફો 11 ટકાના દરે વધીને એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં 612 કરોડ રૂપિયા હતો. કંપનીના ગ્રાહકોની સંખ્યા 25.2 કરોડને વટાવી ગઈ છે. કંપની હવે ઓપ્ટિકલ ફાઇબર આધારિત બ્રોડબેન્ડ સર્વિસિસને સમગ્ર દેશમાં લોન્ચ કરવાનું આયોજન કરી રહી છે અને તેણે બે ફિકસ્ડ લાઇન બ્રોડબેન્ડ કંપની ડેન નેટવર્ક અને હેથવે કેબલમાં 5.230 કરોડમાં ખરીદી છે. આ ખરીદીના લીધે રીલાયન્સ જિઓ ફાઈબર અને ટાવર એસેટ્સને અલગ એકમ બનાવશે, બોર્ડ મંજૂરી લેવાઈ બ્રોડબેન્ડ સર્વિસિસ જેવી કે જિઓ ગીગાફાઇબરને વેગ મળશે તેમ મનાય છે.

રીલાયન્સ જિઓએ ડેન નેટવર્કમાં 2,290 કરોડમાં હિસ્સો હસ્તગત કર્યો હતો અને હેથવે કેબલમાં 2,940 કરોડમાં હિસ્સો ખરીદ્યો હતો. ગયા વર્ષે અનિલ અંબાણી રીલાયન્સ કમ્યુનિકેશન્સે રીલાયન્સ જિઓ સાથે વાયરલેસ સ્પેકટ્રમ, ટાવર, ફાઇબર અને અન્ય એસેટ્સને હસ્તગત કરવા કરાર કર્યા હતા. આ ડીલની જાહેરાત ડિસેમ્બર 2017માં થઈ હતી અને હવે તે ટેલિકોમ વિભાગની મંજૂરીને આધીન છે. તેમા 43,000 ટાવર, 1,78,000 કિલોમીટર ફાઇબર અને 248 મીડિયા કન્વર્જન્સ નોડ્સની સાથે 122.4 MHz 4જી સ્પેક્ટ્રમ 800-900-1800-2100 મેગાહર્ટ્ઝ બેન્ડ્સનો સમાવેશ થાય છે.