રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 8 લાખ કરોડ

મુંબઈ – મુકેશ અંબાણીના નેતૃત્ત્વ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેની એક વધુ સિદ્ધિ નોંધાવી છે. આજે આ કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન તેના ઈતિહાસમાં પહેલી જ વાર રૂ. 8 લાખ કરોડના આંકે પહોંચ્યું છે.

બપોરે 1.45 વાગ્યે RILનો શેર રૂ. 1,262.50નો બોલાતો હતો. એ રૂ. 16 અથવા 1.28 ટકાના લાભની સ્થિતિમાં હતો.

આ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂ. 8,00,128.29 કરોડ થયું છે, એમ સ્ટોક એક્સચેન્જની માહિતી પરથી જાણવા મળ્યું છે.

સમીક્ષકોનું માનવું છે કે RILનું માર્કેટ કેપ હજી વધશે. ગયા જુલાઈમાં, રિલાયન્સ જિયોએ એપ્રિલ-જૂન, 2018 માટે રૂ. 612 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો જે વીતી ગયેલા ક્વાર્ટરની સરખામણીમાં 19.9 ટકા વધારે હતો.