રીલાયન્સ જુથે ખરીદ્યો સ્માર્ટફોન માટેની કન્ટેન્ટ કંપનીમાં હિસ્સો

મુંબઈ- રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જૂથની એક કંપનીએ ન્યુ ઈમર્જીંગ વર્લ્ડ ઓફ જર્નાલિઝમ (NEWJ) નામના સ્ટાર્ટઅપમાં મોટો હિસ્સો ખરીદયો છે. NEWJ એક સ્ટાર્ટઅપ છે અને તે સ્માર્ટફોન આધારિત યુવાનો માટે વિડીયો કન્ટેન્ટનું નિર્માણ અને જાળવણી કરશે. રિલાયન્સ જૂથની રીલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ  ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડીંગે પ્રારંભિક રીતે રુપિયા 1.03 કરોડ ચૂકવી NEWJમાં હિસ્સો ખરીદ્યો છે.રીલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડીંગ લીમીટેડે NEWJના 30 હજાર શેર અને 125 કમ્પલસરી ક્ન્વર્ટીબલ ડીબેન્ચર રુપિયા 1.03 કરોડમાં ખરીદ્યા છે. આ ખરીદી સાથે NEWJ હવે સંપૂર્ણ રીતે RIIHLની પેટા કંપની બની જશે એમ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું.

ભારતમાં સ્ટોરી ટેલીંગના નવા પ્રયોગો થઇ રહ્યા છે જેમાં વિડીયો કન્ટેન્ટનો વિકાસ વધુ ઝડપી છે. આ રોકાણ થકી કંપની સોશિયલ અને ડીજીટલ મીડિયામાં રહેલી તક ઝડપી લેવા પ્રયત્નશીલ છે. NEWJની સ્થાપના શાલભ ઉપાધ્યાયની આગેવાનીમાં યુવા સાહસિકોએ કરી હતી.

રીલાયન્સના ડેટા અને ટેકનોલોજી આધારિત પ્લેટફોર્મ ઉપર NEWJ દ્વારા નિર્મિત કન્ટેન્ટ ગ્રાહકો માટે વધુ ફાયદો લઇ આવશે.