રાફેલની ઓફસેટ ડીલમાં રીલાયન્સને મળશે 3% ભાગ!

નવી દિલ્હીઃ રાફેલ લડાયક વિમાન સોદા પર રાજનૈતિક આરોપ-પ્રત્યારોપમાં ઘેરાયેલી રીલાયન્સ ડિફેન્સને આ કોન્ટ્રાક્ટ માટે 30 હજાર કરોડ રુપિયાના ઓફસેટ્સમાંથી 3 ટકા ભાગ મળવાની શક્યતા છે. પ્રાપ્ત વિગતો અનુસાર કંપનીનું જોઈન્ટ વેન્ચર રિલાયન્સ એવિએશન લિમિટેડ ફાલ્કન એક્ઝિક્યુટિવ જેટ્સના પાર્ટ્સ બનાવવા માટે એક કારખાનું લગાવવામાં 10 કરોડ યૂરો એટલે કે 850 કરોડ રુપિયા રોકાણ કરશે.

આ સિવાય એવિયોનિક્સ અને રડાર મેન્યુફેક્ચરર થેલ્સ સાથે એક જોઈન્ટ વેન્ચરથી એક નાનું રોકાણ આવશે. પ્રાપ્ત વિગતો અનુસાર થેલ્સ નાગપુરના DRAL કોમ્પલેક્સ પાસે રડાર બનાવવા માટે એસેમ્બલી પ્લાન્ટ લગાવી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાફેલ ડીલ માટે ઓફસેટ્સને ઈન્ટીગ્રેટર, રડાર એન્ડ એવિયોનિક્સ, એન્જિન અને ઈલેકટ્રોનિક્સ અને હથિયાર વચ્ચે ચાર ભાગોમાં વહેંચવામાં આવ્યું છે. ગત મહિના સુધી ડેપ્યુટી ચીફ ઓક એર સ્ટાફ રહેલા એર માર્શલ આર નાંબિયાર અનુસાર 30 હજાર કરોડ રુપિયાના ટોટલ કમિટમેન્ટમાંથી દસો એવિએશનનને ઓફસેટ્સમાં આશરે 6500 કરોડ રુપિયા રોકવા પડશે.

દસો એવિએશનના ચીફ એરિક ટ્રૈપિયરે જણાવ્યું કે રિલાયન્સ ડિફેન્સ સાથે તેમની કંપનીના જેવી રાફેલ ફાઈટર જેટ ડિલ માટે આ ઓફસેટ દાયિત્વનો આશરે 10 ભાગ પૂર્ણ કરવાની દિશામાં કામ કરી રહ્યા છે.