આરબીઆઈ સરકારી બોન્ડની કરશે ખરીદી, 15000 કરોડ રુપિયા નાંખશે…

નવી દિલ્હીઃ રિઝર્વ બેંકે કહ્યું છે કે તે બેંકિંગ સેક્ટરમાં તરલતા લાવવા માટે આવતા સપ્તાહે 15000 કરોડ રુપિયા પહોંચાડશે. આ પૈસા સરકારી બોન્ડની ખરીદી દ્વારા બેંકો સુધી પહોંચાડવામાં આવશે.

ભારતીય રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર સરકારી બોન્ડની આ ખરીદી ઓએમઓ અંતર્ગત કરવામાં આવશે. કેન્દ્રીય બેંકે નિવેદનમાં કહ્યું છે કે બેંકિંગ પ્રણાલીમાં તરલતાની વર્તમાન સ્થિતિને જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈએ કહ્યું કે કેશની વર્તમાન સ્થિતિની સમીક્ષા અને તેની પર્યાપ્ત ઉપલબ્ધતાના આકલન બાદ આરબીઆઈએ 13 જૂન 2019ના રોજ ઓએમઓ અંતર્ગત 150 અબજ રુપિયા માટે સરકારી સિક્યોરીટીઝની ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે.

આરબીઆઈની મૌદ્રિક નીતિ સમીક્ષાની બેઠક આવતા મહિને 6 જૂનથી શરુ થશે. આ બેઠક આ નાણાકીય વર્ષની બીજી બેઠક હશે. જાણકારોનું માનીએ તો આ બેઠકમાં પણ આરબીઆઈ રેપો રેટમાં ઘટાડાની ભેટ આપે તેવી શક્યતાઓ રહેલી છે. આ પહેલા 4 થી 6 જૂન સુધી થયેલી મૌદ્રિક નીતિ સમીક્ષા બેઠકમાં આરબીઆઈએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટની જાહેરાત કરી હતી.