RBI દ્વારા ત્રણ બેંકને ફટકારાયો 1-1 કરોડનો દંડ

નવી દિલ્હીઃ ભારતીય રીઝર્વ બેંક દ્વારા ત્રણ બેંકને રુપિયા 1-1 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. જે બેંકોને દંડ ફટકારવામાં આવ્યો છે તે ત્રણેય બેંક સરકારી બેંક છે.

આરબીઆઈ દ્વારા દંડ ફટકારવાના કારણરુપે જણાવાયું છે કે સમય રહેતાં મોટી નાણાં કૌભાંડોને ન પકડી શકવા તેમ જ તેનો રીપોર્ટ ન કરવા માટે દંડ ફટકારવામાં આવ્યો છે.

જે ત્રણ બેંક પર આ દંડાત્મક પગલાં લેવાયાં છે તેમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ મહારાષ્ટ્ર છે.  આરબીઆઈએ જણાવ્યું હતું કે બેંકિગ રેગ્યુલેશન એક્ટ હેઠળ બેંકો પર માસ્ટર સરક્યૂલર ઓન ફ્રોડ- ક્લાસિફિકેશન એન્ડ પીરોર્ટિંગ ઇશ્યૂડ બાય આરબીઆઈમાં આપવામાં આરબીઆઈના નિર્દેશોનું ઉલ્લંઘન કરવા માટે દંડ ફટકારાયો છે.

બેંકોને મોકલવામાં આવેલા પત્રમાં તેમ પણ જણાવાયું છે કે રીઝર્વ બેંક આ બેંકોને સલાહ આપી હતી કે આ બેંકો એક-એક કરોડ રુપિયા વાયોલેશન ઓફ આરબીઆઈ ગાઈડલાઇન્સ ઓન ફ્રોડ્સ-ક્લાસિફિકેશન એન્ડ રીપોર્ટિંગ અંતર્ગર્ત દંડ તરીકે જમા કરાવે.

ઉલ્લેખનીય છે કે આબીઆઈ આ પહેલાં પણ તામિલનાડુ મર્કેન્ટાઈલ બેંકને 6 કરોડ રુપિયાનો દંડ ફટકારી ચૂકી છે. તે માસ્ટર ડાયરેક્શન ઓન ઈશ્યૂ એન્ડ પ્રાઈસિંગ ઓફ શેયર્સના નિર્દેશોના ઉલ્લંઘન માટે લગાવવામાં આવ્યો હતો.