RBI એ એક દાયકામાં પ્રથમવાર કરી સોનાની ખરીદી, જાણો કારણ…

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ છેલ્લા એક દશકમાં પ્રથમ વાર ગોલ્ડ ખરીદ્યું છે. આરબીઆઈનું આ પગલું તે સ્થિતીમાં વેલ્યુ સ્ટોર તરીકે ગોલ્ડની સારી ડીમાન્ડનો સંકેત હોઈ શકે છે જેમાં ઈન્ટરેસ્ટ રેટમાં વધારાને લઈને ફિક્સ્ડ ઈનકમ બોન્ડ્સથી મળનારા રિટર્ન અને તેની કેપિટલ વેલ્યૂ ઘટી રહી છે. આરબીઆઈએ 30 જૂનના રોજ પૂર્ણ થયેલા નાણાકિંય વર્ષ 2017-18 ના પ્રથમ ત્રિમાસીક ગાળા દરમિયાન પોતાના ગોલ્ડ સ્ટોક હોલ્ડિંગમાં 8.46 ટનનો વધારો કર્યો છે. થોડા સમય પહેલા જાહેર થયેલા એન્યુઅલ રિપોર્ટ અનુસાર આનાથી આરબીઆઈનું ગોલ્ડ રિઝર્વ વધીને 566.23 ટન પર પહોંચી ગયું છે.

આરબીઆઈએ પોતાના રિઝર્વને સ્ટ્રોંગ બનાવવા માટે આ પહેલા નવેમ્બર 2009માં આઈએમએફ પાસેથી 200 ટન સોનું ખરીદ્યું હતું. ગત 9 વર્ષ દરમિયાન આરબીઆઈનો રિઝર્વ ગોલ્ડ સ્ટોક 1.79 કરોડ ટ્રોય ઓંસ પર સ્થિર રહ્યો. આઈએમએફ પાસે જમા કરાવવામાં આવેલા ડેટા અનુસાર આરબીઆઈએ ડિસેમ્બર 2017 બાદથી ગોલ્ડ સ્ટોકમાં ફરિથી એડિશન કરવાનું શરુ કરી દીધું. 30 જૂનના રોજ આરબીઆઈ પાસે 1.820 કરોડ ટ્રોય ઓંસ અથવા 566.23 ટન બરાબર સોનું હતું કે જે નવેમ્બર 2017માં 1.79 કરોડ ટ્રોય ઓંસના લેવલ પર હતું.

વિશેષજ્ઞોનું માનીએ તો યીલ્ડમાં થઈ રહેલા વધારાના માહોલ વચ્ચે આરબીઆઈ માટે ગોલ્ડમાં ઈન્વેસમેન્ટ કરવું તે તેના દ્વારા ઉઠાવવામાં આવેલું યોગ્ય પગલું છે. અમેરિકી ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના ડેટા અનુસાર આરબીઆઈ આ વર્ષે એપ્રિલથી જૂન વચ્ચે આશરે 10 અરબ ડોલરની અમેરિકી ટ્રેઝરી સિક્યોરિટીઝ વેચી ચૂક્યું છે.

આરબીઆઈનો ફોરેક્સ રિઝર્વમાં ગોલ્ડ એડ કરવાનો ઉદ્દેશ્ય 2017 દરમિયાન ફોરેક્સ રિઝર્વમાં થયેલો વધારે અને માર્કેટ વોલેટિલિટીમાં વધારો અને અમેરિકામાં પોલિસી રેટમાં થઈ રહેલા વધારા સહિત ગ્લોબલ રિસ્કમાં થઈ રહેલા વધારાને જોતા એસેટ ડાયવર્સિફિકેશન કરવાનું હોઈ શકે. બોન્ડ્સની યીલ્ડમાં વધારો થવાથી આરબીઆઈને પોતાના બોન્ડ પોર્ટફોલિયોમાં માર્ક ટૂ માર્કેટ લોસ થાય તેવી શક્યતાઓ નકારી ન શકાય. આઈએમએફના ડેટા અનુસાર 30 જૂનના રોજ આરબીઆઈ પાસે 405 અરબ ડોલરનું રિઝર્વ હતું જેમાં 245 અરબ ડોલર બોન્ડ્સ અને રિક્યોરિટીઝ રુપે હતું.

વર્તમાન સ્થિતી અનુસાર આરબીઆઈ માટે પોતાના રિઝર્વમાં ગોલ્ડને સમાવિષ્ટ કરીને તેને ડાયવર્સિફાઈ કરવું તે યોગ્ય નિર્ણય છે. એન્યુઅલ રિપોર્ટથી ખ્યાલ આવે છે કે આરબીઆઈ રિસ્ક મેનેજમેન્ટ માટે ફોરેન કરન્સી એસેટ્સમાં સતત ડાયવર્સિફિકેશન કરતું આવી રહ્યું છે. ત્યારે પ્રાપ્ત વિગતો અનુસાર આરબીઆઈએ પોતાના ગોલ્ડ પોર્ટફોલિયોને એક્ટિવેટ કરી દીધો છે. રિપોર્ટમાં આરબીઆઈએ એ નથી જણાવ્યું કે તેણે સોનું ક્યાં અને કયા કારણથી ખરીદ્યું છે.