રેલવે કર્મચારીઓ ધામધૂમથી ઉજવશે દિવાળી: 78 દિવસનું બોનસ મંજૂર

0
720

નવી દિલ્હી – દિવાળી તહેવાર પૂર્વે રેલવે કર્મચારીઓને સરકાર તરફથી મોટી ભેટ મળી છે. એમને 78 દિવસનું બોનસ મળવાનું છે. કેન્દ્રીય કેબિનેટના આ નિર્ણયથી 12 લાખ જેટલા રેલવે કર્મચારીઓને ફાયદો થશે.

રેલવે દ્વારા માન્યતા પ્રાપ્ત ફેડરેશનના અધિકારીઓ અને રેલવે સત્તાવાળાઓ વચ્ચે થયેલી મંત્રણા સફળ રહી હતી અને હવે કેન્દ્ર સરકારે પણ 12 લાખ નોન-ગેઝેટેડ કર્મચારીઓને બોનસ આપવાનો નિર્ણય મંજૂર રાખ્યો છે.

આ બોનસને PLB – એટલે કે પ્રોડક્ટિવિટી લિન્ક્ડ બોનસ કહેવામાં આવે છે.

આ બોનસ વર્ષ 2017-18 માટે આપવામાં આવ્યું છે.

આ બોનસને લીધે કેન્દ્ર સરકારની તિજોરી પર રૂ. 2,044.31 કરોડનો ખર્ચ આવશે.

દરેક કર્મચારીને બોનસના રૂપમાં રૂ. 17,951 મળશે.