મોદી સરકારના કામકાજની રીત ખરેખર લોકતાંત્રિક? રઘુરામ રાજને વ્યક્ત કરી શંકા

નવી દિલ્હીઃ દાવોસમાં આયોજિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમના વાર્ષીક સંમેલનમાં વડાપ્રધાન મોદીએ લોકતાંત્રિક અને વિકાસશીલ ભારતની ઝલક રજૂ કરી હતી જેને લઈને રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને વડાપ્રધાન મોદી પર સવાલો ઉઠાવ્યા છે. રઘુરામ રાજને મોદી સરકારના કામ શું સાચે જ લોકતાંત્રિક છે તેને લઈને સવાલો ઉઠાવ્યા હતા. રાજને જણાવ્યું કે મોદી સરકારમાં માત્ર એક જુથ દ્વારા જ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે દાવોસમાં વડાપ્રધાન મોદીએ લોકતાંત્રિક અને વિકાસશીલ ભારતની એક ઝલક રજુ કરી હતી જેમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે લોકતંત્ર બહુરંગી આબાદી અને ગતિશીલતા દેશનું ભાગ્ય નક્કી કરે છે. અટકી ગયેલા ઈફ્ર્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો હવાલો આપતા રાજને જણાવ્યું કે આ અટકેલા કામોને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવાની રાજનૈતિક ઈચ્છાશક્તિ દર્શાવવાની જરૂર હતી. રાજને જણાવ્યું કે હું ચિંતિત છું કે અમલદારશાહીના નિર્ણયો પર કામ નથી થઈ રહ્યું.

વધુમાં રાજને જણાવ્યું કે એ પૂછવાની પણ જરૂરત છે કે શું વસ્તુઓ વધારે કેંદ્રીત થઈ રહી છે? અને શું આપણે લોકો એક નાનકડા સમુહ દ્વારા અર્થવ્યવસ્થાને ચલાવા માંગીએ છીએ? તથા શું આપણી પાસે 2.5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમીને સંભાળી શકવાની પર્યાપ્ત ક્ષમતા છે?

રાજને જણાવ્યું કે આપણે લોકોએ પોતાને જ પૂછવાની જરૂર છે કે આપણે વિકાસની જરૂર શાં માટે છે?  હકીકતમાં આપણને વિકાસની જરૂર નોકરીઓના અવસર ઉભા કરવા માટે છે જેની આ દેશના યુવાનોને જરૂરત છે. શું આ સ્તરના વિકાસ પર પણ આપણે એ નોકરીઓ ઉભી કરી શક્યા છીએ?  જો આપણે સાચે જ નોકરીઓના અવસરો ઉભા કરવા હોય તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કંસ્ટ્રક્શન વગેરે જેવા ક્ષેત્રોમાં મોટાપાયે નોકરીઓ પ્રદાન કરી શકે તેવી રીતે આપણે મોટુ રોકાણ કરવું પડશે.

રાજને આધારની સુરક્ષાને લઈને પણ ચેતવણી આપી હતી. રાજને જણાવ્યું કે આપણે લોકોને વિશ્વાસ અપાવવો પડશે તેમના ડેટા સુરક્ષીત છે. સરળતાથી ડેટા ઉપ્લબ્ધ થવાના સમાચારો ચિંતાજનક છે અને તેમની સુરક્ષા આપણે સુનિશ્ચિત કરવી પડશે. આપણે માત્ર એમ કહીને છુટી ન શકીએ કે તમે લોકો અમારા પર વિશ્વાસ કરો કે તમારો ડેટા સુરક્ષીત છે અને પછી એવા સમાચારો આવે કે ડેટા તો સરળતાથી ઉપ્લબ્ધ થઈ જાય છે.