અનિલ અંબાણીને સિવિલ જેલ મોકલવા સુપ્રીમમાં અપીલ…

નવી દિલ્હીઃ સ્વીડનની ટેલિકોમ ઈક્વિપમેન્ટ કંપની એરિક્સને સુપ્રીમ કોર્ટ પાસે અપીલ કરી છે કે જો આરકોમ તેનું 550 કરોડ રુપિયાની બાકી રકમ ન ચૂકવે તો તે કંપનીના ચેરમેન અનિલ અંબાણીના દેશ છોડવા પર પ્રતિબંધ લગાવે અને તેમને સિવિલ જેલમાં મોકલવાનો આદેશ જાહેર કરે.

એરિક્સને સુપ્રીમ કોર્ટ પાસે અપીલ કરી છે તેઓ એ મામલે અવમાનના અરજી સ્વિકાર કરવા સીવાય ટેલિકોમ કંપનીના લેન્ડર્સને તેમના બાકી નાણા પાછા આપવાનો આદેશ જાહેર કરે. સુપ્રીમ કોર્ટ પાસેથી કંપનીના એસેટ્સની સેલ પર રોક લગાવવા અને પહેલા બાકી એસેટ્સ માટે તેમને મળેલા પેમેન્ટને અપીલેટ ટ્રાઈબ્યૂનલના જૂના ઓર્ડર અનુસાર રિવર્સ કરાવવા માટે પણ અપીલ કરી છે.

એરિક્સને કોર્ટ સાથે આ મામલે કંપની વિરુદ્ધ એનસીએલટીના ઓર્ડર અને કાર્યવાહી અનુસાર ઈનસોલ્વન્સી રિઝોલ્યૂશન પ્રોસેસ શરુ કરવાની મંજૂરી આપવાની પણ અપીલ કરી છે. નેશનલ કંપની લો ટ્રાઈબ્યૂનલે તો પહેલા આરકોમ વિરુદ્ધ ઈન્સોલ્વન્સી પિટીશન મંજૂર કરી લીધી છે પરંતુ કંપની 46,600 કરોડ રુપિયાના દેણાના બોજમાં 18,000 કરોડ રુપિયાનો ઘટાડો લાવવા માટે એસેટ મોનિટાઈઝેશન પ્લાન આપીને પણ આ પ્રોસેસથી બચવામાં સફળ રહી.

આરકોમના ચેરમેન અનિલ અંબાણી વિરુદ્ધ અવમાનના અરજી એટલા માટે ફાઈલ કરવામાં આવી છે કારણ કે કંપની પર ચઢેલા એરિક્સન કંપનીના દેવાનો સમય પુરા થવાને લઈને સુપ્રીમ કોર્ટમાં પર્સનલ ગેરન્ટી આપી હતી. પેમેન્ટની પહેલી ડેડલાઈન 30 સપ્ટેમ્બર, 2018ની હતી જે મિસ થઈ ગઈ છે. આના પર એરિક્સને ઓક્ટોબરમાં આરકોમના ચેરમેન વિરુદ્ધ કોર્ટમાં અવમાનના અરજી દાખલ કરી. એરિક્સનના બાકી નાણા ચૂકવવા માટે આરકોમે સુપ્રીમ કોર્ટને 15 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો હતો. ઈટીએ ડિસેમ્બરમાં માહિતી આપી હતી કે એરિક્સન મામલે બીજી અવમાનના યાચિકા આપવાની તૈયારીમાં છે.