પબજી કોર્પે ભારતમાં ડિજિટલ પાર્ટનર તરીકે જિઓ સાથે જોડાણ કર્યું

0
1241

મુંબઈ: દુનિયાભરમાં લોકપ્રિય મોબાઇલ ગેમ પબજી (PUBG) નવા અનુભવ સાથે ભારતમાં આવવા સજ્જ છે. પબજી કોર્પએ દેશમાં યુઝર્સ માટે પબજી લાઇટનો વિશિષ્ટ અનુભવ આપવા ભારતમાં એક્સક્લૂઝિવ ડિજિટલ પાર્ટનર તરીકે રીલાયન્સ જિઓ સાથે જોડાણ કર્યું છે.

લોકપ્રિય રૉયલ ગેમ પ્લેયરઅનનૉન્સ બેટલગ્રાઉન્ડ્સ (પબજી)એ તાજેતરમાં ભારતમાં પબજી લાઇટ વર્ઝન માટે એની બીટા સર્વિસ લોંચ કરવાની જાહેરાત કરી હતી. પબજી લાઇટ ફ્રી-ટૂ-પ્લે ગેમ છે, જેને ઓપ્ટિમાઇઝ ગેમપ્લે અને ગ્રાફિક્સ સાથે લોઅર-એન્ડ કમ્પ્યુટર્સમાં રમી શકાય છે, જેથી વધારે સર્વસમાવેશક અને ગેમિંગનો વિસ્તૃત અનુભવ મળે છે.

 

ગેમનાં નવા વર્ઝન પર યુઝરને શ્રેષ્ઠ અનુભવ આપવા અને એને વધારે એંગેજિંગ બનાવવા પબજી લાઇટે જિઓ સાથે જોડાણ કર્યું છે. ભારતમાં આ એક્સક્લૂઝિવ જોડાણ પોતાનાં યુઝર્સને અત્યાધુનિક ડિજિટલ અનુભવ આપવા એકબીજાનાં વિઝનમાં પૂરક એવા બે આઇકોનિક અને મનપસંદ બ્રાન્ડને એકમંચ પર લાવ્યું છે.

પબજી લાઇટ માટે રજિસ્ટ્રેશન કરાવનાર જિઓના યુઝર્સ તેમની ઇન-ગેમ મર્ચન્ડાઇઝ માટે ફ્રી સ્કિન્સની રીતે એક્સક્લૂઝિવ રિવોર્ડનો લાભ પણ મેળવી શકશે. બે-સ્ટેપનું સરળ રજિસ્ટ્રેશન ફોર્મ ભરીને યુઝર્સ https://gamesarena.jio.comની મુલાકાત લઈને ફ્રી જિઓ ગિફ્ટ માટે નોંધણી કરાવી શકે છે.